સુરતના બારડોલી તાલુકાનાં એક ગામમાં રહેતી યુવતીને મહુવાના ઢુંઢેસા ખાતે રહેતા યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધતા યુવતી ગર્ભવતી બની હતી. ત્યારબાદ લગ્ન કરવાની ના પાડતા યુવતીએ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં ઢુંઢેસા ગામે રહેતા કરણ રાજુભાઇ હળપતિએ બારડોલી તાલુકાનાં એક ગામમાં રહેતી 22 વર્ષીય યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધતો હતો. આ યુવક છેલ્લા 2 વર્ષથી યુવતી સાથે શરીર સંબંધ બાંધતા યુવતી ગર્ભવતી બની હતી. હાલ યુવતીને 7 માસનો ગર્ભ હોય જે અંગે યુવતીએ કરણને જાણ કરી હતી અને તેની સાથે લગ્ન કરવાની વાત કરતાં તેને યુવતીને લગ્ન કરવાની તેમજ સાથે રાખવાની ના પાડી દીધી હતી. જેથી યુવતીએ તેના માતા-પિતાને જાણ કરી હતી. ત્યારબાદ આ યુવક વિરુદ્ધ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application