ગોડાદરા પોલીસ સ્ટેશનના ખાનગી રાહે મળેલ બાતમીના આધારે, સાંઈ સૃષ્ટી ચાર રસ્તા પાસે શીતલાપ્રસાદ દવાખાનાનો ડોક્ટર પ્રોપર ડિગ્રી વગર ગેરકાયદેસર પ્રેક્ટીસ કરે છે. જે બાતમીના આધારે જિલ્લા આરોગ્ય કચેરીને જાણ કરીને ત્યાંથી અધિકારીઓને બોલાવીને રેડ કરવાનું નક્કી કરાયું હતું. પોલીસે શીતલા પ્રસાદ દવાખાનામાં રેડ કરી બોગસ ડોક્ટર આરોપી રમાશંકર મિશ્રા (રહે.તડકેશ્વર સોસાયટી, ભટાર આઝાદનગર, મૂળ રહે. નિમડી ગામ, ફૈજાબાદ, આયોધ્યા, ઉત્તર પ્રદેશ) નાને ઝડપી પાડ્યો હતો. પોલીસે પૂછ પરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, તેને માત્ર બીએસસીનો અભ્યાસ કર્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી મેડિકલ પ્રેક્ટીશ કરતો હતો અને તે એલોપેથીક દવાઓ આપતો હતો. ઇન્જેક્શન આપતો હતો તેમજ પ્રિસ્ક્રીપ્શન પણ લખીને આપતો હતો. તેના આધારે પેશન્ટ બહારથી દવા ખરીદીને તેનો ઉપયોગ કરતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application