Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : કાર અડફેટે મૃત્તક ટ્રેઈલર ચાલક યુવાનનાં વિધવા વારસોને રૂપિયા 14.88 લાખ વળતર ચુકવવા માટેનો હુકમ

  • December 28, 2023 

આજથી છ વર્ષ પહેલા કાર અડફેટે મૃત્તક ટ્રેઈલર ચાલક યુવાનના વિધવા વારસોને 7.5 ટકા વ્યાજ સાથે રૂપિયા 14.88 લાખ વળતર ચૂકવી આપવા એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજે કાર ચાલક, માલિક તથા વીમા કંપનીને હુકમ કર્યો છે. હજીરા સ્થિત પુજા ટ્રાન્સપોર્ટમાં ટ્રેઈલર ચાલક તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય રવિશંકર યાદવ ગત તારીખ 19-2-2017નાં રોજ ટ્રેઈલર લઈને આભળા ગામના ક્રોસ રોડ પરથી પસાર થતા હતા. તે દરમિયાન પ્રશાંતભાઈ કનુભાઈ શાહ (રહે.પ્રગતિનગર ફ્લેટ,પીપલોદ)નાની માલિકીની કારના ચાલક બિજલબેન પ્રશાંતભાઈ શાહે ટ્રાફિક નિયમોનો ભંગ થાય તે રીતે બેદરકારીથી ડ્રાઈવીંગ કરતાં ટ્રેઈલર ચાલક રવિશંકરે કારને બચાવવા જતાં અચાનક ટર્ન લેતા કારને ટક્કર વાગી હતી. જ્યારે ટ્રેઈલર ખાડામાં પડીને ઈલેકટ્રીક ટ્રાન્સફોર્મર સાથે અથડાતા રવિશંકર યાદવનું ઈલેકટ્રીક શોક લાગતા નિધન થયું હતુ.




જેથી મૃત્તક રવિશંકર યાદવના 28 વર્ષીય વિધવા પત્ની મીરાદેવી, ત્રણ સગીર સંતાનો તથા વૃધ્ધ સાસુ-સસરા માણેકચંદ્ર યાદવ તથા સમરતીદેવી યાદવે કાર ચાલક, માલિક તથા યુનાઈડેટ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી કુલ રૂપિયા 30 લાખનું વળતર માગ્યું હતું. અરજદારો તરફે જણાવાયું હતું કે, મૃતકની વય 33 વર્ષ હતી. પૂજા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે માસિક રૂપિયા 7 હજાર અને ડેઇલી ટ્રીપ દીઢ 500 લેખે માસિક 12થી 15 હજારની આવક હતી. વારસદારોએ મોભી ગુમાવ્યા હોવાથી નાણાંમાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે. જ્યારે કાર ચાલક, માલિક, વીમા કંપની તરફે રજૂઆત થઇ હતી કે,  મૃત્તકનું નિધન ઈલેકટ્રીક ટ્રાન્સફોર્મરના શોકને કારણે થયું છે. તેમ છતાં પક્ષકાર તરીકે ઈલેકટ્રીક કંપનીને જોડવામાં આવી નથી. જેને કોર્ટે નકારી ને મૃત્તકના વારસોના ક્લેઈમની માંગને અંશતઃ મંજુર કરી વાર્ષિક 7.5 ટકા લેખે 18.44 લાખ વળતર ચુકવવાની કાર ચાલક, માલિક તથા વીમા કંપનીની સંયુક્ત તેમ જ વિભક્ત જવાબદારી હોવાનો નિર્દેશ આપ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application