મહુવા તાલુકાનાં ડુંગરી ગામે એક થ્રીવ્હીલ ટેમ્પાના ચાલકે બાઇકને અડફેટે લીધી હતી જોકે આ બાઇક ઉપર સવાર બંને યુવાનો મિત્રના લગ્નમાં જઈ રહ્યા હતા. ત્યારે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજયું હતું જ્યારે બીજાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહુવાનાં ડુંગરી ગામે હનુમાન ફળિયામાં રહેતો અંકુર હસમુખભાઈ પટેલ (ઉ.વ.28) કે જે તેના મિત્ર ભાવિન રાજુભાઇ રાઠોડ (રહે.જામણીયા ગામ, તા-વાલોડ) સાથે બાઇક લઈ ડુંગરી ગામે રહેતા તેના મિત્રના લગ્નમાં જવા નીકળ્યા હતા. તે સમયે અંકુરના ઘર નજીક ટેકરા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પૂરઝડપે હંકારી આવેલ એક અજાણ્યો થ્રીવ્હીલ ટેમ્પાનો ચાલક બાઇકને અડફેટે લઈ ભાગી છૂટ્યો હતો.
જયારે સર્જાયેલા અકસ્માતમાં બાઇક પર સવાર બંને યુવાનો નીચે પટકાતાં ગંભીર ઇજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અંકુરનું મોત નીપજયું હતું. બનાવ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500