સુરત મહાનગરપાલિકાનાં કતારગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામનાં મુદ્દે મોટો બખેડો થયો હતો. જોકે કતારગામની એક સોસાયટીમાં લોકોએ કોમન પ્લોટમાં બાંધકામ ચાલતું હતું તેની ફરિયાદ કરી હતી જેથી પાલિકાએ કોમન પ્લોટમાં બાંધકામ દૂર કરવાના બદલે લોકોનાં ઘરના ડિમોલિશન માટે પહોચી ગઈ હતી. જેના કારણે ભારે હોબાળો થતાં પોલીસ બોલાવવી પડી હતી. ભારે હોબાળો થતાં ડિમોલિશન અટકાવવું પડ્યું હતું. કતારગામ ઝોનમાં બાપા સીતારામ ચોક પાસે આવેલ પરસોતમ નગર સોસાયટીમાં પાલિકાની ટીમ સિક્યોરિટી સ્ટાફ સાથે ડિમોલીશન કરવા પહોંચી હતી.
જયારે સ્થાનિક મહિલાઓ દ્વારા ડિમોલીશન કામગીરી અટકાવવા હોબાળો કર્યો તેમજ સોસાયટીની મહિલાઓનો વિરોધ જોતા કતારગામ ઝોન પાલિકાનાનાં અધિકારીઓએ ડિમોલીશનની કામગીરી અટકાવી દીધી હતી તથા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. વધુમાં સ્થાનિક રહેવાસીઓએ પાલિકાના અધિકારીઓ સામે આક્ષેપ કરવામાં આવ્યો કે, સીઓપીમાં ચાલી રહેલ બાંધકામ મામલે ફરિયાદ આપી હતી જેના પર કાર્યવાહી કરવાને બદલે પાલિકાનાં અધિકારીઓ અમારા મકાન પર કાર્યવાહી કરવા પહોંચ્યા હતા. જેમાં કતારગામ પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચીને બંને બાંધકામમાં અડચણ રૂપ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application