સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલી ગામે આવેલ વલ્લભનગરમાં રહેતી બે બાળકીઓ રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. જે અંગે બાળકીના પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં જ કડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં આ બંને બાળકીને શોધી કાઢી માતા-પિતા સાથે મિલન કરાવ્યુ હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં વરેલી ગામે વલ્લભનગર ખાતે રહેતા એક પરિવારની પાંચ વર્ષીય તેમજ બે વર્ષીય દીકરી શ્રીજી કોમ્પ્લેક્ષ પાસે રમી રહી હતી અને રમતા-રમતા વરેલી ખાતે ગીતગોવિંદ સોસાયટીની ગલી તરફ જવાના રસ્તા તરફ ગઈ હતી અને ત્યાંથી ગુમ થઈ ગઈ હતી. જે અંગે બાળકીના પિતાએ કડોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી અને એક ટીમ વરેલી વિસ્તારમાં મોકલી હતી અને ગણતરીના કલાકોમાં જ ગુમ થયેલ બંને બાળકીને વરેલી ખાતે આવેલ ગીતગોવિંદ સોસાયટી નજીકથી શોધી કાઢી હાથી અને બાળકીનું માતા-પિતા સાથે મિલન કરાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application