હાંસોટ અને સુરત વચ્ચેના રોડ ઉપર અંકલેશ્વરનાં અલવા ગામ નજીક મોડી સાંજે સુરતથી વડોદરા તરફ કાર અને સુરતથી આવતી મીની લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ઘડાકાભેર કાર અને બસ ભટકાતા મુસાફરો સહિતનાઓની ચીચીયારીઓથી આખો રોડ ગુંજી ઉઠ્યો હતો. જેના પગલે આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં 10 જેટલા લોકો ઘવાયા હતા. જેમને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં પરિમલભાઈ વજીર, પારૂલબેન વજીર અને ગીતાબેન વજીર સહીત ખાનગી હોસ્પિટલમાં તમામ 10 ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે અકસ્માતમાં 108ના પાયલોટ અને ઇ.એમ.ટી દ્વારા જરા પણ સમય ગુમાવ્યા વિના ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને જે વ્યક્તિઓ ઘવાયા હતા 108 કર્મચારીઓએ તેઓનો સામાન પરિવારને સોંપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application