સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં કઠોર ગામના વિવેક-નગર કોલોની જે આદિવાસી વિસ્તાર છે ત્યાં ગઈકાલથી ઝાડા તેમજ ઉલટીના 60થી વધુ કેશો સામે આવ્યા છે તમામ લોકોને કઠોર રેફરલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કુલ 6 જેટલા લોકોને મોત થઇ ચુક્યા હતા. જે પૈકી 5 લોકો વયસ્ક છે અને એક બાળકનું મોત થયું છે. આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે હાહાકાર મચી ગયો હતો, પીવાના પાણીની લાઈન અને ગટરની લાઈન મિક્ષ થતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. પરંતુ, સ્થાનિકો ધ્વારા વારંવાર ગટર સાફ સફાઈ મુદ્દે એસ.એમ.સી.માં ફરિયાદ પણ કરવામા આવી હતી. પરંતુ જ્યારથી ગામનું એસ.એમ.સી.માં સમાવેશ થયો છે ત્યારથી ગામ જાણે અનાથ બની ગયું હોઈ એમ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
આમ, કઠોર ગામમાં બનેલી ગંભીર ઘટનાને લઇ એસ.એમ.સી. દોડતું થયું હતું અને વહેલી સવારથી જ એસ.એમ.સી.ના ડ્રેનેજ વિભાગ તેમજ આરોગ્ય વિભાગની ટીમે કઠોર ગામે વિવેક નગર કોલોનીમાં ધામા નાખ્યા હતા અને ગામની તમામ અંદર ગ્રાઉન્ડ ગટરો તેમજ પાણીની પાઈપ લાઈનમાં સાફ-સફાઈ હાથ ધરી હતી.
જયારે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઘરોમાં ક્લોરીનની ટેબ્લેટ તેમજ ઓ.આર.એસ. પાવડરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. એસ.એમ.સી.ની ટીમ દ્વારા તમામ ઘરોમાંથી પાણીના સેમ્પલ લઇ પાણીનું ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કોલોનીની તમામ પાણીની લાઈનો બંધ કરી ગામને ટેન્કર ધ્વારા પાણી પહોચાડવાનું શરુ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા એસ.એમ.સી. ડે.કમિશ્નર પણ ઘટના સ્થળે પહોચ્યા ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500