Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વકીલનો પ્લોટ પચાવી પાડનાર મહિલા સહિત 2 જણા પોલીસ પકડમાં

  • January 27, 2022 

સુરતનાં બમરોલીની જય અંબે સોસાયટીનો પ્લોટ જુની તારીખના સ્ટેમ્પ પેપરની મદદથી બોગસ કબ્જા રસીદ અને વેચાણ કરાર બનાવી પચાવી પાડવાનો કારસો રચનાર એક મહિલા સહિત બેની પાંડેસરા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રૂસ્તમપુરાના મલ્ટીસ્ટોરીયેડ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા વકીલ જયવદન ભગવાનદાસ જરીવાલાએ વર્ષ 2000માં બમરોલીની જય અંબે સોસાયટીનો પ્લોટ નંબર-338 વકીલાતનો વ્યવસાય કરતી 2 પુત્રી ચૈતાલી તેજસ દોરીવાલા અને જસ્મીન જયવદન જરીવાલાના નામે વેચાણ દસ્તાવેજથી ખરીદયો હતો.જોકે ત્રણેક વર્ષ અગાઉ પ્લોટ પર બાંધકામ ચાલી રહ્યું હતું જેથી જયવદન જરીવાલાએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જુની તારીખના સ્ટેમ્પરની મદદથી ભરત કાનજી પટેલના નામના બોગસ કબ્જા રસીદ બનાવી હતી. જેમાં પ્લોટ વેચાણ આપનાર તરીકે ડાહીબેન સોમાભાઇ, ચીમન બાબુભાઇ અને અરૂણભાઇનું નામ હતું પરંતુ સહી ન હતી. જયારે માત્ર નટવરલાલ છગનલાલની સહી હતી અને તેમાં સાક્ષી તરીકે હિંમતસિંહ ગણપતસિંહ વશીની સહી હતી. બનાવટી કબ્જા રસીદના આધારે ભરત પટેલે સાક્ષી તરીકે હરિહર પાઠક અને કાંતીભાઇની સહીના આધારે અવધમણી દુધનાથ તિવારીને વેચાણ કરાર કરી આપ્યો હતો. આ પ્રકરણમાં પાંડેસરા પોલીસે આઝાદસીંગ ઓમપ્રકાશસીંગ રાજપૂત (રહે.જય અંબે સોસાયટી, બમરોલી રોડ) અને કુસુમ રમેશ રાજપૂત (રહે.ગોપાલ નગર સોસાયટી,વડોદ) ના ઓની ધરપકડ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application