લિંબાયતના રમાબાઈ ચોક પાસે નગર પ્રાથમિક શાળા તોડીને બનાવવામાં આવેલા પે ઍન્ડ પાકિંગમાં ગેરકાયદે પાર્કિંગ ચલાવતા માથાભારે તત્વોએ સ્થળ પર ગયેલા લિંબાયત ઝોનના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર અને ટેકનીકલ આસીસ્ટન્ટને ઢીકા-મુક્કીનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા રમાબાઈ ચોક પાસે આવેલ નગર પ્રાથમિક શાળા ક્રમાક નં.૨૩૨-૨૩૩ ને તોડી તેની ખુલ્લી જગ્યામાં પે ઍન્ડ પાકિંગ બનાવ્યું છે અને તેનો કોન્ટ્રાકટર મીનાબેન પટેલ નામની મહિલાને આપ્યો છે. મીનાબેનને ફોન કરી લિંબાયત ઝોનમાં જમીન મિલકત વિભાગમાં આસીસ્ટન ટાઉન પ્લાનર તરીકે નોકરી કરતા કેતનભાઈ કીશનભાઈ પટેલ(ઉ.વ.૩૪, રહે.સરસાણા ભીમરાડ ચેક પોસ્ટ પાસે જાસ્મીન-૩ આગમ હાઈટ) જગ્યા જોવા માટે બોલાવ્યો હતો. જેથી કેતનભાઈ તેની સાથે ટેકનીકલ આસીસ્ટન્ટ પરેશભાઈ પ્રજાપતિ સાથે સ્થળ પર ગયા હતા. ત્યાં અગાઉથી જ કોઈ ત્રાહિત વ્યકિત દ્વારા પાકિંર્ગમાં વાહનો પાર્ક કરવાના પૈસા વસુલવામાં આવતા હોવાનુ બહાર આવતા ચોકી ઉઠ્યા હતા. કેતનભાઈએ ત્યા હાજર ત્રણ અજાણ્યાઓને આ જગ્યા એસએમસીની છે અને જગ્યા પર પાર્કિંગના પૈસા જે લેય છે તેને મળવુ હોવાનું કહેતા અજાણ્યાએ ફોન પર વાત કરાવી હતી.
કેતનભાઈએ પોતાની ઓળખ પાલિકાના કર્મચારી તરીકે આપી હતી અને આ જગ્યાનો કોન્ટ્રાકટ અપાઈ ગયો છે અને કોઈ પ્રોબ્લેમ હોય તો સ્થળ પર આવો હોવાનું કહેતા અજાણ્યાએ ફોન ઉપર હિન્દીમાં તુમ લોક યહાસે ચલે જાવ નહી તો માર ખાવો તેમ કરી ધમકી આપી હતી. ત્યારબાદ બે અજાણ્યાઓ આવી યહાશે નીકલ જા તેમ કરી ગાળો આપી હતી કેતનભાઈએ ગાળો આપવાની ના પાડતા ઉસ્કેરાઈ કેતન અને પરેશને ઢીકમુક્કીનો મારમાર્યો હતો કેતનભાઈએ પોલીસ કંટ્રોલમાં ફોન કરવાની કોશીષ કરતી વખતે ત્રણેય જણા તેની પાસે આવી શર્ટનો કોલર પકડી પોલીસ કેસ કરશે તો જાનથી મારી નાખીંશુ તેમ કહી ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવ અંગે કેતનભાઈએ ઉપરી અધિકારી્ઓની મંજુરી લીધા બાદ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500