સચીન કાછોલીગામે આવેલ મેસર્સ જે.બી.સી બ્રિકર્સ નામના ઈંટાના ભઠ્ઠામાં જીપીસીબીએ મળેલી ફરિયાદને આધારે રેડ પાડી જાખમી ઔધોગિક કચરાનો ગેરકાયદે નિકાલ કરવાનો પર્દાફાશ કર્યો હતો. જીપીસીબીના અધિકારીએ આ મામલે બે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સચીન પોલીસના જણાવ્યા મુજબ રીગરોડ લીનીયર બસ સ્ટેશનની સામે બેલ્જીમય સ્કેવર પહેલા માળે સિલ્વર પ્લાઝા કોમ્પ્લોક્ષમાં આવેલ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીના મદદનીશ પર્યાવરણ ઈજનેર તરીકે ફરજ બજાવતા હોઝેફા મુઝફર લોખંડવાલાએ મળેલી ફરિયાદને આધારે સચીનના કાછોલીગામે આવેલ મેસર્સ જે.બી.સી બ્રિકર્સ નામના ઈંટના ભઠ્ઠાના એકમમાં તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થળ પરથી ૯૬ જેટલા ડ્ર્મ્સ (એમ.એસ.-એચ.ડી.પી ઈન્કેપેસીટી-૨૦૦ લીટર) ઔધોગિક હેઝાર્ડસ રેસીડ્યુ વેસ્ટથી સંગ્રહીત અને ખુલ્લી જમીન પર પડેલા મળી આવ્યા હતા.
જોખમી ઔધોગિક કચરાને કાયદા મુજબ વૈજ્ઞાનિક પ્રધ્ધતિથી નિકાલ કરવાની જાગવાઈ કરવામા આવી છે છતાંયે ઈંટાના ભઠ્ઠામાંથી હાજર મળી આવેલા વલ્લભ ગણેશ પ્રજાપતિ(રહે, ઈટોના ભટ્ટના કછોલીગામ) અને આલમ (રહે.વાપી) દ્વારા ગેરકાયદે રીતે જોખમી કચરાનો ઈંટોના ભઠ્ઠામાં બળત તરીકે ઉપયોગ કરી હવામાં પ્રદુષણ કરતા હતા. મેસર્સ જે,બી,સી બ્રિકર્સએ પ્રદુષ નિયંત્રણ બોર્ડની મંજુરી પણ લીધી ન હતી. અને જોખમી ઔધોગિક કચરા ગેરકાયદે રીતે નિકાલ કરી પર્યાવરણને ગંભીર રીતે પ્રદુષણ કરી માનવ પશુ-પક્ષીના જીવનની સલામતી અને જાહેર આરોગ્યને ગંભીર રીતે નુકશાન કયું હતુ. આ બનાવ અંગે પોલીસે હોઝેફા લોખંડવાલાની ફરિયાદ લઈ વલ્લભ પ્રજાપતિ અને આલમ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500