સુરતમાં ખજોદ ગામ સ્થિત ડાયમંડ બુર્સમાં કલર કામ કરતા અને ત્યાં જ પતરાવાળી કેબીનમાં રહેતા 26 વર્ષીય ઇમરાનઅલી નૌશેઅલી પઠાણનો ભાણેજ વસીમ સબ્બનખાન પઠાણ(ઉ.વ.21) મૂળ ઉત્તરપ્રદેશના વતની માત્ર 10 દિવસ અગાઉ રોજીરોટી માટે સુરત આવ્યો હતો અને ઈમરાને તેની સાથે કામ ઉપર રાખ્યો હતો અને રહેવાનું પણ ઈમરાની સાથે જ હતું. સવારે વસીમ બિલ્ડીંગ નં.7માં તેના માસીયાઈ ભાઈ સમીર સાથે કામ કરતો હતો. લગભગ 12.30 વાગ્યે સમીરે ઈમરાનને ફોન કરી વસીમ પાણી પીવા ગયા બાદ પાછો આવ્યો નથી તેમ કહેતા ઇમરાને તે ત્યાં જ આમતેમ હશે તેવું કહ્યું હતું. જોકે જમ્યા બાદ તે કામ ઉપર નહીં આવતા ઇમરાને સમીરને પૂછતાં તેણે ઉડાઉ જવાબ આપ્યો હતો.
વસીમની લાશ બિલ્ડીંગ નં.7 અપર બેજમેન્ટ ડેટા રૂમ કલર સ્ટ્રોર રૂમમાંથી કલરના ડબ્બાઓની પાછળ અને ઉપર સિમેન્ટની ગુણો ઢાંકેલી મળી આવી હતી. આ બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી તપાસ કરતા વસીમને ડાબા કપાળ તથા આંખની ઉપરના ભાગે સેન્ટીંગ જેકનો લોખંડનો સળીયો મારી મોતને ઘાટ ઉતાર્યો હતો, અને લાશ સંતાડી દીધી હતી. પોલીસે શંકાના આધારે સમીરની પુછપરછ કરતા તેણે માસીયાઈ ભાઈ વસીમની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. સમીરે જણાવ્યું હતું કે વસીમ તેની પત્ની સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરે છે તેવી જાણ થતા તેણે આડા સંબંધની આશંકામાં તેની હત્યા કરી લાશ સંતાડી દીધી હતી. ખટોદરા પોલીસે સમીરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application