રિંગરોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એ.બી.ટ્રે઼ડીંગ કંપનીના નામે ધંધો કરતા યાર્નના વેપારી પાસેથી અમદાવાદના પાટીદાર ઍમ્બ્રોઈડરી યાર્નના પ્રોપાયટર પટેલ પિતા-પુત્રએ રૂપિયા ૨૭.૯૯ લાખનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ વેસુ વી.આઈ.પી રોડ નંદની-૩ની સામે ધ ઍવોલ્યુશનમાં રહેતા અંકિત હરબંસલાલ ભુટાની(ઉ.વ.૩૫) રિંગરોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એ.બી.ટ્રેડીંગ કંપનીના નામે વેપાર ધંધો કરે છે. અંકિત પાસેથી શરુઆતમાં અમદાવાદમાં પાટીદાર ઍમ્બ્રોઈડરી યાર્નના પ્રો,અતુલ પરસોત્તમ પટેલ અને ધ્રુવ અતુલ પટેલ(રહે,થર્મીટેજવિલા અમ્રુતબાગ પાર્ટી પ્લોટ પાસે બોપલ આંબલી રોડ અમદાવાદ) એ વેપાર ધંધો કરી સમયસર પેમેન્ટ ચુકવી વિશ્વાસ કેળવ્યો હતો ત્યારબાદ ગત તા ૧લી ઍિલ ૨૦૧૯થી ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૯ના સમયગાળામાં રૂપિયા ૨૭,૯૯,૨૦૦નો માલ અલગ-અલગ બીલ ચલણથી ખરીદ્યો હતો. જેનું પેમેન્ટ નહી ચુકવતા અંકિંત બુટાનીએ ઉઘરાણી કરતા પટેલ પિતા-પુત્ર પેમેન્ટ માટે અહી ઘરે આવ્યો છે તો જાનતી મારી નાંખવાની ધમકી આપી પેમેન્ટ ન ચુકવી ઠગાઈ કરી હતી. પોલીસે અંકિતની ફરિયાદ લઈ અતુલ પટેલ અને ધ્રુવ પટેલ સામે છેતરપિંડીનો ગુનો નોîધી તપાસ શરુ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application