સુરતના વરીયાવી બજાર આવેલ બે રેડીમેન્ડ કપડાની દુકાનમાં બુલેટ ઉપર ખરીદી કરવા માટે આવેલા બે બદમાશોઍ ઓનલાઈન પેમેન્ટ ચુકવાને બહાને કુલ રૂપિયા ૨૭ હજાર ઉપરાંતનો જીન્સ પેન્ટ. ટી-શર્ટ અને શર્ટની ખરીદી કરી છેતરપિંડી કરી હતી.
મળતી માહિતી મુજબ, વરીયાવી બજાર મદારીવાડ ખાતે રહેતા મહમંદવકાર મહમંદહનીફ શેખ (ઉ.વ.૨૪) મરજાનીસામી હોલની સામે મિસ્ટર કિંગ નામે રેડીમેન્ટ કપડાની દુકાન ધરાવે છે. દુકાનમાં ગત તા.૯મી શનિવારના રોજ સાંજે બે અજાણ્યાઓ ગ્રાહક બનીને આવ્યા હતા. અજાણ્યાઓએ ઓનલાઇન પેમેન્ટ સ્વીકારશો તેમ કહેતા વકારભાઈએ હા પાડતા જિન્સ પેન્ટ નંગ-૧૦, ટી-શર્ટ નંગ-૪, શર્ટ નંગ-૨ મળી કુલ રૂપિયા ૨૦ હજારના કપડાની ખરીદી કરી હતી.
ત્યારબાદ વકારભાઈના ખાતામાં બે રૂપિયાનું ગુગલ પે કરી વિશ્વાસમાં લીધા હતા અને બાકીના પૈસા નાંખવા જતા સરવર ડાઉન છે કહી ઓનલાઇન પેમેન્ટ કરી દેવાનુ કહી કપડાની થેલી લઈને નાસી ગયા હતા અને જતા-જતા તેમની થેલીમાંથી સોનલ ટેક્ષટોરીયમ નામનુ કાર્ડ પડી ગયું હતું. વકારે કાર્ડ ઉપર લખેલા તેના મલીકને ફોન કરતા બે અજાણ્યાઓ દુકાનમાંથી પણ રૂપીયા ૭૨૬૫ના મત્તાના ૬ જોડી કપડાની ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટ કરવાની કહી ખોટો મેસેજ મોબાઈલમાં બતાવી બુલેટ લઈને નાસી ગયા હોવાનુ કહેતા વકારભાઈ ચોકી ઉઠ્યા હતા અને પોતા ખાતામાં ચેક કરતા પૈસા જમા થયા ન હતા. વકારભાઈને ખ્યાલ આવી ગયો કે બંને અજાણ્યાઓએ ઓનલાઈન પેમેન્ટના બહાને તેમની સાથે છેતરપિંડી કરી છે. પોલીસે મહમંદ વકારની ફરિયાદ લઈ કુલ રૂપિયા ૨૭,૨૬૫ના મતાની છેતરપિંડીનો ગુનો દાખલ કરી ઠગબાજાને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500