Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરાછામાં વેપારી સાથે જમીનના નામે રૂપિયા ૨.૭૪ કરોડની છેતરપીંડી

  • July 13, 2021 

સુરતના નાનાવરાછા ચીકુવા઼ડી વિસ્તારમાં રહેતા હિરા વેપાર સાથે  કતારગામ રેવન્યુ સર્વ નં- ૩૫૨ પૈકી ટીપી સ્ક્રીમ નં-૪ (અશ્વનીકુમાર નવાગામ)ના ફાઈનલ પ્લોટ નં-૩૪ વાળી જમીનનો ગાંધી પરિવારે  સોદો કરી બાનાપેટ સહિત ટુકડે ટુકડે કરી રૂપિયા ૨.૭૪ લાખ પડાવી લીધા બાદ જમીન ક્લીયર કરાવી નહી આપી કે રજીસ્ટર સાટાખત બનાવી આપ્યા ન હતા.તેમજ પૈસા પોતાના અંગત કામોમાં વાપરી નાંખી ઉપરથી બિલ્ડર ઉપર ખોટા આક્ષેપો કરી સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાના વરાછા ચીકુવાડી વિસ્તાર સ્નેહમિલન સોસાયટીમાં રહેતા ૩૭ વર્ષીય પ્રકાશભાઈ મગનભાઈ ભંડેરી હિરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને વરાછા ગાયત્રી ખમણની ગલીમાં મૈત્રી બિલ્ડિંગમાં ઓફિસ ધરાવે છે. પ્રકાશભાઈએ ગત તા.૧૬ ડિસેમ્બર ૨૦૧૯માં કતારગામ રેવન્યુ સર્વ નં-૩૫૨ પૈકી ટીપી સ્કીમ નં-૪ (અશ્વનીકુમાર નવાગામ)ના ફાઈનલ પ્લોટ નં-૩૪, કુલ્લે ૬૯૯૪ ચો.મી જમીનનો રમેશચંદ્ર ઈશ્વરલાલ ગાંધી,ગીતાબેન રમેશચંદ્ર ગાંધી, જયેશચંદ્ર રમેશચંદ્ર ગાંધી અને દિપાલીબેન રમેશચંદ્ર ગાંધી (રહે, લીંબુશેરી મહિધરપુરા)પાસેથી ખરીદી હતી. અને તેનો ગત તા ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦માં સાટાખત પણ બનાવ્યા હતા. સાટાખત મુજબ પ્રકાશભાઈઍ ટોકનના રૂપિયા ૧૧ લાખ સહિત ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા ૨,૭૪,૬૫,૦૦૦ ચુકવી આપ્યા હતા. અને સાટાખતની શરતો પ્રમાણે બાકીની રમક ચુકવી આપવા તૈયાર હતા.

 

 

 

 

પરંતુ ગાંધી પરિવારે જમીનના ટાઈટલ ક્લીયર કે બોજા દુર કર્યો ન હતો કે કોઈ કાર્યવાહી પણ કરી ન હતી અને પૈસા પોતાના અંગત કામોમાં વાપરી નાંખી રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. ત્યારબાદ આરોપીઓ ગોળગોળ જવાબો આપતા આખરે પ્રકાશભાઈએ જમીનમાં રોકેલા પોતાના પૈસાની માંગણી કરતા. પૈસા નહી ચુકવી ઉપરથી ખોટા ખોટા આક્ષેપો કરી સમાજમાં બદનામ કરવાના કારસો રચ્યો હતો. બનાવ અંગે પ્રકાશભાઈની ફરિયાદ લઈ વરાછા પોલીસે ગાંધી પરિવાર સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application