Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેતરમાં બેસી તીન પત્તીનો જુગાર રમી રહેલા 4 ઇસમો ઝડપાયા

  • July 10, 2021 

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં તરસાડી ગામની સીમમાં આવેલ એક ખેતરમાં બેસી તીન પત્તીનો જુગાર રમી રહેલ 4 ઈસમોને કોસંબા પોલીસે ઝડપી પાડી કુલ 12,650/- નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાની કોસંબા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, માંગરોળ તાલુકાનાં તરસાડી ગામે રેડ કરી હતી. તે સમયે કેટલાક ઈસમો ખુલ્લા ખેતરમાં બેસી પૈસા વડે હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે જુગાર રમી રહેલ સરફરાજ યાકુબ શેખ, હફીજુદીન મોયુદીન મકરાણી, રોહીલ સોકત સૈયદ તથા શિવમ અશોકભાઇ સિંઘના ઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી દાવ ઉપરના રોકડા રૂપીયા 3080/- તથા અંગઝડતીના રોકડા રૂપીયા 7870/- તેમજ મોબાઇલ ફોન આમ, કુલ મળી રૂપિયા 12650/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application