ઉત્તરાયણ કરવા માટે ભાવનગરથી સુરત આવેલા રત્નકલાકાર અને તેના ભત્રીજા ઉપર સાંજે ઉત્રાણ વીઆઈપી સર્કલ પાસે ત્રણ અજાણ્યાઓએ ચપ્પુથી જીલવેણ હુમલો કર્યો હતો. કાકા-ભત્રીજા ખાઉધરા ગલીમા લારી ઉપર સોડા પીતા હતા તે વખતે ત્રણ અજાણ્યાઓ એ સામે શું જુવે છે હોવાનુ કહી ઝઘડો કરી, તારી ચરબી વધી ગઈ લાગે છે આજે તારો ખેલ પુરો કરી દઉ તેમ કહી ચપ્પુના ઘા મારી નાસી ગયા હતા.
આ બનાવમાં અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ભાવનગરના શ્યામપરા ખાતે રહેતા ઘનશ્યામભાઈ જીવરાજભાઈ ધામેલીયા(ઉ.વ.32) હીરામાં કામ કરી પરિવારમાં પત્ની અને બે સંતાનોનું ભરણપોષણ કરે છે. ઘનશ્યામભાઈ ઉત્તરાયણ હોવાથી સુરતમાં તેના કાકા રમેશભાઈના ઘરે આવ્યા હતા અને ઉત્તરાયણના નિમિત્તે બપોરે તેના ભત્રીજા હર્ષદ જીતુ ધામેલીયા સાથે તેની બાઈક પર બેસી અન્ય કૌટુબિંક ભત્રીજા કપીલના ઘરે જવા માટે નિકળ્યા હતા. તે વખતે સાંજે પાંચેક વાગ્યે ઉત્રાણ વીઆઈપી સર્કલ પાસે ખાઉધરા ગલીમાં લારી ઉપર સોડા પીવા માટે ઉભા હતા તે વખતે ત્યાં ઉભેલા ત્રણ અજાણ્યા એ હર્ષદને સામે શું જુવે છે કહી ગાળો આપવા લાગ્યો હતો, જેથી હર્ષદે ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈને તને વધારે ચરબી ચઢી ગઈ લાગે છે આજે તારો ખેલ પુરો કરવો પડશે કહી ઘનશ્યામભાઈને છાતીમાં ચપ્પુનો એક ઘા માર્યો હતો. જયારે બચાવવા માટે હર્ષદ વચ્ચે પડતા તેને પેટના ડાબા પડખાના ભાગે ઘા મારી ભાગી ગયા હતા. ઘનશ્યામભાઈએ બનાવ અંગે તેના સંબંધીઓને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application