કોરોના કાળમાં રાજય સરકારે કોલેજોમાં છેલ્લા વર્ષની પરીક્ષાઓ ઓનલાઇન લેવી કે ઓફલાઇન લેવી તે માટે કોઇ ગાઇડ લાઇન બહાર પાડી નહીં હોવાથી નર્મદ યુનિવર્સિટીના સતાધીશો વેઇટ એન્ડ વોચમાં હતા. એવા સમયે રાજય સરકારે કોલેજોમાં છેલ્લા વર્ષમાં ઓફલાઇન પરીક્ષા લેવાની જાહેરાત કરી હોવા છતા વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા ઓફલાઇન પરીક્ષાનો વિરોધ કરાતા જ સતાધીશોએ આ મુદ્દો ફરી સિન્ડીકેટમાં મુકયો હતો અને સિન્ડીકેટે એકેડમીકને ઓનલાઇન પરીક્ષા માટે ભલામણ કરી હતી. પરંતુ ફાઇનલ એકેડમીક કાઉન્સીલ પર છોડી દેવાયુ હતુ. આમ એકબીજા પર છોડી દેવાતા લાખ્ખો વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષાની તૈયારી કરવી કે ઓફલાઇન ? તેને લઇને મુઝવણમાં હતા.
દરમિયાન ગતરોજ મળેલી એકેડમીક કાઉન્સીલની બેઠકમાં હાજર તમામ સભ્યોએ ઓનલાઇન પરીક્ષાનો ભારે વિરોધ કર્યો હતો કે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના ભાવી સાથે રીતસરના ચેંડા થઇ રહ્યા છે અને સરકારે પણ પરિપત્ર જાહેર કરીને ઓફલાઇન લેવાનું નક્કી કરાયુ છે. તો પરીક્ષા ઓફલાઇન જ લેવાવી જોઇએ. સભ્યોની બહુમતિ જોતા આગામી 29 મી જુલાઇથી પરીક્ષા ઓફલાઇન લેવાનું નક્કી કરાયુ હતુ સાથે જ સેનેટ સભ્ય કનુ ભરવાડે પરીક્ષામાં એક દિવસ ગેપ આપવાની માંગ કરી હતી. તે પણ સ્વીકારી લેવાઇ હતી. આ ઉપરાંત 100 ટકા ઓપ્શન સાથેનું પેપર પુછાશે. આમ ફાઇનલ નિર્ણય લઇ લેતા લાખો વિદ્યાર્થીઓને રાહત થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application