Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં બલેશ્વર હાઈવે ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતાં ઈકો કાર પલ્ટી જતાં ચાલકનું મોત

  • April 26, 2022 

સુરતનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર અજાણ્યા વાહનના ચાલકે ઇકો કારને ટક્કર મારતા કાર પલ્ટી ગઈ હતી. જોકે કારમાં સવાર ચાલક તેની પત્ની બાળકો સાથે રાજસ્થાનથી મુંબઈ જઈ રહયો હતો. તે સમયે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલકને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું.


સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મુંબઈનાં કલ્યાણ વેસ્ટ ચિકનઘર નજીક શ્રીમુરલીધર કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનનાં વતની મુકેશ પ્રવીણ દવે તેમજ તેમનો મોટો ભાઈ જગદીશ દવે (રહે.સંત મુકતાબાઈ એપાર્ટમેન્ટ,મનવેલ પાડા રોડ,સંતનગર, વિરાર) કે જેઓ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. તેમજ આ બંને ભાઈ તેમના પરિવાર સાથે અલગ-અલગ કાર લઈ રાજસ્થાન ગયા હતા અને ત્યાંથી ગત તા.23 એપ્રિલના રોજ સાંજનાં પાંચેક વાગ્યાની આસપાસ બંને ભાઈઓ કાર લઈ પરત મુંબઈ ખાતે જવા નીકળ્યા હતા. 


તે સમયે ગત તા.24 એપ્રિલના રોજ વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ પલસાણાનાં બલેશ્વર ગામની સીમમાં અમદાવાદથી મુંબઈ જતાં નેશનલ હાઈવે નંબર-48 ઉપરથી પસાર થઈ રહયા હતા. તે સમયે જગદીશ દવેની ઇકો કાર નંબર MH/05/CV/6985ને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જોકે આ ટક્કર મારતા જ ઇકો કાર રોડ ઉપર પલ્ટી ગઈ હતી અને અજાણ્યો ચાલક પોતાનું વાહન લઈ ભાગી છૂટ્યો હતો. આમ, સર્જાયેલા આ અકસ્માતમાં ઇકો કારના ચાલક જગદીશ દવેને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું. બનાવ અંગે મૃતકના નાનાભાઈએ પલસાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application