Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : મોબાઈલ શોપમાંથી ડુપ્લીકેટ આધારકાર્ડ બનવાતી ટોળકી ઝડપાઈ

  • June 19, 2023 

સુરત એસઓજી અને પીસીબીએ નવા કમેલા પાસે સંજયનગરમાં ગુલશન-એ-રઝા મસ્જીદની નીચે મોબાઈલ શોપમાં રેઈડ કરી ડુપ્લીકેટ આધારકાર્ડ બનવાતી ટોળકીનાં પાંચને ઝડપી પાડી તેમની પાસેથી 163 આધારકાર્ડ, 44 પાનકાર્ડ, 167 ઈલેક્શન કાર્ડ, 85 જન્મનાં દાખલા સહિત વિવિધ દસ્તાવેજો કબજે અને અન્ય સામાન કબ્જે કર્યો હતો. સુરત શહેર પોલીસનાં એસઓજી અને પીસીબીએ મળેલી હકીકતનાં આધારે ખરાઈ કર્યા બાદ નવા કમેલા પાસે સંજયનગરમાં ગુલશન-એ-રઝા મસ્જીદની નીચે એ.કે.મોબાઈલ શોપમાં રેઈડ કરી ત્યાં ડુપ્લીકેટ આધારકાર્ડ બનવાતી ટોળકીનાં આમદ ઉર્ફે લખન મોહમદ ખાન, મહેબૂબ યાકુબ શેખ, વસીમ બદરુદ્દીન શેખ, નૂર વઝીર સૈયદ અને સકલૈન નઇમભાઈ પટેલને ઝડપી લીધા હતા.


આ ટોળકી રૂપિયા 1500થી રૂપિયા 3000માં કોઈપણ દસ્તાવેજ પોતાના લેપટોપ કે કોમ્પ્યુટરના ફોટોશોપમાં એડિટ કરી બનાવી આપતા હતા. પોલીસે તેમની પાસેથી 163 આધારકાર્ડ, 44 પાનકાર્ડ, 167 ઈલેક્શન કાર્ડ, 85 જન્મનાં દાખલા સહિત વિવિધ દસ્તાવેજો કબજે અને અન્ય સામાન મળી કુલ રૂપિયા 3.27 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તેમના લેપટોપ અને કોમ્પ્યુટરના બીન ફોલ્ડરમાં મળેલી પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ્સને રિકવર કરવા એફએસએલની મદદ લીધી છે. છ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલવતા પાંચ પૈકી સકલૈન નઇમભાઈ પટેલ અને નૂર વઝીર સૈયદ આધારકાર્ડ બનાવતા અધિકૃત એજન્ટ હોય પોતાના આઇડીનો ઉપયોગ કરી બાંગ્લાદેશી સહિત જેમને બોગસ દસ્તાવેજોની જરૂર હોય તેમને દસ્તાવેજ બનાવી આપતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application