Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાહનો હયાત બતાવી રૂપિયા 3.42 કરોડનું લોન કૌભાંડમાં ઢોલરિયા દંપતીની અટક

  • August 26, 2021 

સુરતના ઘોડદોડ રોડ રામચોક પાસે ક્રોસ વે મોલના બીજા માળે આવેલ એચ.ડી.એફ.સી બેન્કમાં ટાટા મોટર્સ અને અશોક લેલન કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલ ન હોય તેવા વાહનોને હયાત બતાવી તેના બોગસ દસ્તાવેજા ઉભા કરી કુલ 24 વાહનો ઉપર કુલ રૂપિયા 3.42  કરોડની લોન લેવાના કૌભાંડમાં પોલીસે ઢોલરિયા દંપતી ધરપકડ કરી હતી.

 

 

 

 

 

ઉમરા પોલીસના જણાવ્યા મુજબ, પાલનપુર પાટીયા પ્રથમ રો-હાઉસની પાસે જીવનદિપ કોમ્પ્લેક્ષમાં રહેતા અશોકભાઈ મણીલાલ પીપરોડીયા (ઉ.વ.43) ઘોડદોડ રોડ રામચોક પાસે ક્રોસ વે મોલના બીજા માળે આવેલ એચ.ડી.એફ.સી બેન્ક લીમીટેડમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. અશોકભાઈએ ગત તા.30 જુનના રોજ પોલીસમાં 18 આરોપીઓ સામે રૂપિયા 3,41,33,634/-ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં અશોકભાઈએ જણાવ્યું હતું કે, આરોપીઓએ ગત તા.28 ફ્રેબુઆરી 2017માં બેન્કમાંથી અશોક લેલન અને ટાટા મોટર્સ કંપનીના 24 વાહનો ઉપર કુલ રૂપિયા 3,52,19,440/-ની લોન લીધી હતી. આરોપીઓ તે પૈકી બેન્કમાં રૂપિયા 1,54,45,818/-ની ભરપાઈ કરી હતી જયારે બાકીના લેવાના નિકળતા રૂપિયા 3,41,33,634/-ની ભરપાઈ કરી ન હતી.

 

 

 

 

બેન્ક દ્વારા તપાસ કરવામાં આવતા ચોકાવનારી વિગત બહાર આવી હતી. આરોપીઓએ જે વાહનો ઉપર કરોડોની લોન લીધી હતી જેવા વાહનો ટાટા મોટર્સ અને અશોક લેલન કંપની દ્વારા ઉત્પાદન કરવામાં જ આવ્યા ન હતા અને આરોપીઓએ તેના બોગસ દસ્તાવેજા ઉભા કરી વાહનોને હયાતમાં બતાવી તેના ઉપર લોન મેળવી બેન્ક સાથે છેતરપિંડી કરી છે. આ કેસમાં પોલીસે ગતરોજ વિમલ મનુસખ ઢોલરિયા અને તેની પત્ની જસ્મિતા વિમલ ઢોલરિયા (રહે.મેઘમલ્હાર રેસીડેન્સી સરથાણા જકાતનાકા)ની ધરપકડ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application