ઉત્તરાણને હજુ ઘણા દિવસો બાકી છે ત્યારે મોડી સાંજે અડાજણ-પાલ વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટની અગાસી ઉપરથી પતંગ ચગાવતા 6 વર્ષના માસુમ બાળકનું નીચે પટકાતા મોત થયું હતું. સુત્રોના જણાવ્યા મુજબ, અડાજણ પાલ નિલકંઠ એવન્યુ ખાતે રહેતા હિરેનભાઈ પટેલ એગ્રિકલચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે નોકરી કરે છે. હિરેનભાઈનો ધો-૧માં અભ્યાસ કરતો 6 વર્ષનો માસુમ તનય ગતરોજ મોડી સાંજે સાડા છ વાગ્યાના આરસામાં એપાર્ટમેન્ટ અગાસી ઉપર પતંગ ચગાવવા માટે ગયો હતો તેની સાથે બાળમિત્રો અને તેની મોટી બહેન આર્ય પણ એની સાથે હતી. તે દરમ્યાન તનય પતંગ ચગાવતી વખતે એકાએ ક અગાસી પરથી નીચે પટકાતા માથા અને છાતીના સહિત શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના તબીબોએ માસુમ તનયને તપાસી મરણ જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application