Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુરીયર બોય ઉપર દેવુ થઈ જતા કંપનીના ૨.૧૯ લાખના પાર્સલ બારોબાર વેચી નાખતા ગુનો દાખલ

  • September 18, 2021 

સુરતના પુણાગામ કેનાલ રોડ જીવીબા ફાર્મ ખાતે આવેલ આસ્ક એચ.આર.સોલ્યુશન પ્રા.લી કંપનીના ગોડાઉનમાંથી કુરીયર બોર્યે ડિલેવરી માટે લીધેલા રૂપિયા ૨.૧૯ લાખના પાર્સલો ડિલેવરી નહી કરી બારોબાર સગેવગે કરી વેચી નાંખી કંપની સાથે છેતરપિંડી કરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભેસ્તાન પ્રિયંકા ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા રોશનસિંહ સુજીતસિંહ સિંહ (ઉ.વ.૨૦) આસ્ક એચ.આર. સોલ્યુસન પ્રા.લી નામની કુરીયર સર્વિસ કંપનીમાં નોકરી કરે છે અને આ કંપનીનું પુણાગામ કેનાલ રોડ જીવીબા ફાર્મ ખાતે ગોડાઉન આવેલ છે. રોશનસિંહે કંપનીના કુરીયર બોય મિલન લાભુ જાસોલીયા (ઉ.વ.૩૨.કમલપાર્ક સોસાયટી કાપોદ્રા) ને ગત તા.૨૮ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં સેલરો લેકી ફેશન અને શુભમ ફેશન ખાતે કુલ રૂપિયા ૨,૧૯,૦૦૦/-ના મતાની કિંમતના પાર્સલ ડિલેવરી કરવા માટે ગોડાઉન ખાતેથી આપ્યા હતા. જોકે મિલન જાસોલીયાએ પાર્સલની ડિલેવરી ન કરી બારોબાર સગેવગે કરી નાંખ્યા હતા.

 

 

 

 

 

જયારે બીજી તરફ પાર્સલ નહી મલતા સેલરો દ્વારા રોશનસિંહને મેઈલ કરી હજુ સુધી તમારી કુરીયર સર્વીસ તરફથી પાર્સલની ડિલેવરી મળી નથી હોવાનો મેઈલ કર્યો હતો જે મેઈલ જાઈને રોશનસિંહ ચોકી ઉઠ્યા હતા અને ગત તા.૧૫મી સપ્ટેમ્બરના રોજ મિલન જાસોલીયા નોકરી ઉપર આવતા તેને પાર્સલ અંગે પુછપરછ કરતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો જેથી શંકા થતા રોશનસિંહએ પોલીસ ફરિયાદ કરવાની વાત કરતા મિલન જાસોલીયા પડી ભાંગ્યો હતો અને પોતાને દેવુ હોવાથી આર્થિક ભીંસમાં હોવાથી મનમાં લાલચ આવતા પાર્સલો ડીલીવરી નહી કરી બારબારો વેચી નાંખાયા હોવની કબુલાત કરી હતી. બનાવ અંગે રોશનસિંહની ફરિયાદને આધારે પોલીસે મિલન જાસોલીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application