સુરતનાં પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બ્રીજ નજીક રોડ ક્રોસ કરી રહેલ એક અજાણ્યા પુરુષને કાર ચાલકે અડફેટે લઈ મોત નીપજાવી કાર સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચલથાણ ગામની સીમમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર-48 પર બ્રીજ નજીક એક અજાણ્યો પુરુષ 10 વાગ્યાની આસપાસ રોડ ક્રોસ કરી રહયો હતો.તે સમયે પૂરઝડપે હંકારી આવેલ હોન્ડા સિટી કાર નંબર એમએચ/04/ઇએફ/4230ના ચાલકે આ અજાણ્યા વ્યક્તિને અડફેટે લઈ દૂર ફંગોળી દઈ કાર સ્થળ ઉપર જ મૂકી ભાગી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત અજાણ્યા પુરુષને 108ની મદદથી સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. મરણજનાર અજાણ્યો પુરુષ આશરે 35 વર્ષની વયનો જણાયો હતો. જેણે શરીરે ભૂરા કલરનો શર્ટ પહેરેલ છે. તેમજ કમરે કાળા કલરનો પેન્ટ પહેરેલ છે. બનાવ અંગે કડોદરા પોલીસે મૃતક યુવકના સગા સંબંધીની શોધખોળ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application