વરાછા માતાવાડી આંબાવાડી અક્ષર નિવાસ નામના ગોડાઉનમાં મોડી સાંજે પીસીબીએ રેડ પાડી પ્રતિબંધિત સિન્થેટીક દોરીના બોબીનના જથ્થા સાથે બે જણાને ઝડપી પાડ્યા હતા. પીસીબીએ ઝડપાયેલા બંને જણા પાસેથી રૂપિયા ૨૮ હજારના કિંમંતનો પ્રતિંબંધિત સેન્થેટીક દોરીના બોબીન, રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ રૂપીયા ૫૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
પીસીબીના જણાવ્યા મુજબ પીઆઈ એસ.જે.ભાટીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ઉત્તરાયણ તહેવાર અનુસંધાને બહાર પાડવામાં આવેલા જાહેરાનાની કાર્યવાહી કરવા માટે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધ ચતુરદાન અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ અજીતસિંહએ એવી બાતમી મળી હતી કે કેવિન અશોક માંગુકીયા(રહે, શીવધારા રેસીડેન્સી મોટા વરાછા) અને રાહુલ પ્રવિણ વોંકરીયા(રહે, યોગીનગર સોસાયટી સરથાણા) એ ઉત્તરાયણ તહેવાર નિમિત્તે વરાછા માતાવાડી મોહનની ચાલ અક્ષર નિવાસ દુકાન નં-૨૬ ખાતેના ગોડાઉનમાં પ્રતિબંધિત સિન્થેટીક દોરીવાળી બોબીનનો સ્ટોક કર્યો છે અને તેનું હાલમાં વેચાણ ચાલુ છે. જે બાતમીને આધારે રાત્રે ગોડાઉનમાં રેડ પાડી હતી. જેમાં ગોડાઉનમાંથી સિન્થેટી દોરીના બોબીન નંગ-૯૪ જથ્થો મળી આવ્યો હતો.
પીબીસીએ બંને જણાની ધરપકડ કરી તેમની પાસેથી સિન્થેટીક દોરીના બોબીનાંનો જથ્થો તેની જેની કિંમત રૂપિયા ૨૮,૨૦૦/- રોકડા ૧૩,૩૩૦/- અને બે મોબાઈલ મળી કુલ રૂપીયા ૫૧,૫૩૦/-નો મુદ્દામાલ કબજે કરી તેમની સામે પોલીસ કમિસનરના જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરી વરાછા પોલીસને આગળની કાર્યવાહી કરવા માટે કબ્જો સોપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500