સુરતના ભેસ્તાન ત્રણ રસ્તા નાઈટમાં વાહન ચેકિંગમાં રહેતા બે પોલીસ કર્મી સહિત ચાર જણાને કાળમુખી ડમ્પર ચાલકે અડફેટમાં લેતા મહિલા કોન્સ્ટેબલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું જયારે અન્ય ઈજાગ્રસ્ત બનેલા બે જણાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારી સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ બેડામા ભારે શોખની કાલીમા છવાઈ જવા પામી છે.
મળતી વિગત મુજબ પાંડેસરા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ લીનાબેન બચુભાઈ ખરાડી (ઉ.વ.૩૭.રહે, સાંઇબાબા સોસાયટી પિયુષ પોઇન્ટ. પાંડેસરા), જયશ્રીબેન ભાઈલુભાઈ, ગોવિંદ ભવાન વકાતરા અને અન્ય ચાર હોમગાર્ડ નાઈટમાં ભેસ્તાન ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા, તે વખતે બે રીક્ષાઓ ઉભી રાખી તેમના પેપર ચેક કરતા હતા. તે દરમ્યાન પાછળથી કાળમુખીની જેમ આવેલા ડમ્પરના ચાલકે રીક્ષા સહિત બે પોલીસ કર્મીઓને અડફેટમાં લઈ નાસી ગયો હતો.
અકસ્માતમાં ગંભીર ઇજા પહોચતા મહિલા કોન્સ્ટેબલ લીનાબેન ખરાડેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું જયારે કોન્સ્ટેબલ ગોવિંદભાઈ અને રીક્ષામાં પાછળ બેસેલા બે મુસાફરોને નાનીમોટી ઇજાઓ પહોચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારી સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. વધુમાં સુત્રોના જણાવ્યા મુજબ લીનાબેન ખરેડા મૂળ સાબરકાંઠા અરવલ્લીના વતની છે. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500