કડોદરા નગરની એક સોસાયટીમાં રહેતા લોન એજન્ટે તેના ઓળખીતા ગ્રાહકને 5 હજાર ઓછીના આપ્યા હતા જે પરત માંગતા ગ્રાહકે તેના સાગરીતો સાથે મળીને લોન એજન્ટ અને તેમાં ભાઈ સહિત 3 લોકોને લાકડાથી માર મારતા ગ્રાહક સહિત 4 વિરૂદ્ધ કડોદરા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના જહાનાબાદ તાલુકાના તેમજ હાલ કડોદરા નગરમાં શ્રી નિવાસ સોસાયટીમાં આવેલ 185 નંબરના મકાનમાં રહેતા કરણ આશારામ સોની (ઉ.વ.23) પાનકાર્ડ તેમજ આધારકાર્ડ બનાવવાનું અને લોન પાસ કરાવવાનું કામકાજ કરે છે.
જોકે તેઓ દસ દિવસ પૂર્વે તેમના ઓળખીતા ગ્રાહક એવા નીતિનસિંગ હરેન્દ્રસિંગએ 50 હજારની લોન પાસ કરાવી હતી લોન પહેલા નીતિનસિંગને 5 હજારની અરજન્ટ જરૂર હોવાથી કરણ સોનીએ તેને 5 હજારની મદદ કરી હતી અને લોનના પૈસા જમા થાય કે, તરત આપવાની શરત કરવામાં આવી હતી જેથી નીતિનસિંગના ખાતામાં 50 હજાર જમા થયા છતાં કરણને હાથ ઓછીના આપેલા રૂપિયા નહિ આપતા તેને ફોન કર્યો અને નીતિને ફોન નહિ ઉચકતા તેણે તેના ઓફિસમાં કામ કરતા પિયુષ ચાંદક અને શિખાબેન પાસે ફોન કરાવ્યો હતો.
જેથી નીતિન સિગે ઉશ્કેરાઈને કરણ સોનીને જોઈ લેવા જણાવ્યું હતું. ત્યારબાદ કરણ સોની રાતે દુકાન બંધ કરી પોતામાં ઘરે ગયો હતો અને મોડી રાતે 10 વાગ્યાના અરસામાં તેના નાનાભાઈ હર્ષિત અને માતા મધુબેન તેમજ તેની સાથે કામ કરતા શિખાબેન સાથે શિખાબેનના ઘર આગળ ખુલ્લી જગ્યામાં બેઠા હતા ત્યારે નીતિનસિંગ તેમજ હરેન્ડસિંગ અને સોનુસિંગ આવ્યા હતા અને નીતિનસિંગ અને સોનુસિગે કરણને પકડી રાખી હરેન્દ્રસિગે લાકડાના ફટકા વડે કરણ અને એના નાના ભાઈ હર્ષિતને માથામાં ફટકા મારી લોહી લુહાણ કર્યું કર્યા હતા.
જયારે લડાઈ થતા જોઈ શિખાબેનના માતા શ્યામા ગિરી અને ભાઈ રજતગિરી આવતા નીતિનસિંગના સાગરીત રવિ સાહની અને સનની તિવારી આવ્યા અને શ્યામ ગિરીને હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું તેમજ રજતગિરીને મોઢાના ભાગે ઈજાઓ થઈ હતી. આમ, મોડી રાતે બે જૂથ બાખડતા જોઈ આસપાસ લોકો દોડી આવી તમામને છોડાવ્યા હતા સમગ્ર મામલે કરણ સોનીએ કડોદરા પોલીસ મથકમાં નીતિનસિંગ ,હરેન્દ્રસિંગ સોનુસિંગ અને રવિ રાજેશ સાહની વિરુદ્ધ ફરીયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500