સુરતનાં પલસાણા ખાતે પરિવાર સાથે રહેતી સગીરાને તેની બહેનપણીના ઘરે દિલ્હીથી આવેલ યુવક લગ્નની લાલચે ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ યુવક વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર, પલસાણાના મેઘ પ્લાઝા પાસે આવેલા સૂર્યમ પેલેસમાં દિલ્હીથી તેની માસીને ત્યાં રહેવા આવેલો સુંદર મહેશ શાહુ (મૂળ.રહે,છછાબલિયા,જિ.મધુબન,બિહાર) નામનો યુવક પોતાનો બદઈરાદો પૂરો કરવા ગત તા.23 ડીસેમ્બરના રોજ બપોરના અરસામાં તેની બાજુના એપાર્ટમેન્ટમાં રહેતી અને માસીની દીકરીની 12 વર્ષીય બહેનપણીને ભગાવી ગયો હતો.જોકે આ યુવક દિલ્હીથી ચાર-પાંચ દિવસ અગાઉ જ આવ્યો હતો અને ત્યારથી આ સગીરાની સાથે મિત્રતા કેળવી ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ સગાસંબધીને ત્યાં શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી. ત્યારબાદ ગતરોજ પાડોશમાં રહેતા એક યુવક ઉપર સુંદરે ફોન કરી જણાવ્યુ હતું કે, અમે બંને લગ્ન કરવાના છે તેમ કહી ફોન કટ કરી દીધો હતો. જેથી યુવકે સગીરાના પિતાને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ સગીરાએ પિતા સાથે ફોન વાત કરતાં જણાવ્યુ હતું કે, સુંદર મને તેની સાથે લગ્ન કરવા માટે લઈ ગયો છે એમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો. બનાવ અંગે સગીરાના પિતાએ યુવક વિરુદ્ધ પલસાણા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application