સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પ્રવાસન સમિતિ-૨૦૨૩ની બેઠક યોજાઈ હતી. પ્રવાસન સમિતિની ભલામણ હેઠળ વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ માટે મંગાયેલી ગ્રાન્ટની દરખાસ્ત વિષે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. સુરતના મગદલ્લા પોર્ટ, લંગર સર્કલ, મુખ્ય માર્ગ સાથે જોડતા એસ.કે.નગરથી ડુમસ બીચ સુધીના અગત્યના સ્થળોએ પ્રજાની સુરક્ષાના ધ્યાને લઈને સી.સી.ટી.વી કેમેરા લગાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટરશ્રીએ મહુવા અને માંગરોળના વિવિધ પ્રવાસનસ્થળોના વિકાસ કાર્યો માટે સ્થળોની વિસ્તૃત વિગતો તથા પેન્ડિંગ દરખાસ્તોના અમલીકરણની સૂચના આપી હતી. બેઠકમાં સુંવાલી બીચ ખાતે રોડ, શૌચાલય તેમજ રેસ્ટ હાઉસ સહિતના વિકાસકાર્યો અને તેની ગ્રાન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદીપ દેસાઈની ભલામણ મુજબ સુવાલી બીચ પર બીચ ફેસ્ટિવલ યોજવા માટે જરૂરી પાસાઓ અંગે વિચાર વિમર્શ કરાયો હતો. સાથે ડભારી દરિયાકિનારા વિકાસ કામોની ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application