સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં વેલંજા ગામનાં એક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો મોટો ગોડાઉન સુરત એલસીબી ટીમે બાતમીનાં આધારે ઝડપી પાડયો હતો. જોકે પોલીસે ગોડાઉનમાંથી સાડા સાત હજાર વિદેશી દારૂની બોટલ તેમજ ફોર વ્હીલર કાર અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 16.51 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી ગોડાઉનમાંથી એક ઈસમની ધરપકડ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજનાં વેલંજા ગામનાં ગ્રેષીવીલાનાં એક મકાનમાં ભાડા પર રહેતા ઘનશ્યામભાઈ પન્નાલાલ મેવાડા તેમની સાથે તુલસીરામ રામચંદ્ર મેવાળા વિદેશી દારૂનો ગોડાઉન બનાવી દીધું હતું.
જયારે ઘનશ્યામ પન્નાલાલ મેવાડા કોસંબામાં અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. જેઓ તેના ભાગીદાર તુલસી રામ મેવાડા સાથે ભાગીદારીમાં વિદેશી દારૂ અન્ય રાજ્યમાંથી મંગાવીને સુરત થતાં આજુબાજુના વિસ્તારોમાં સપ્લાય કરતા હતા. વધુમાં પૂછપરછ કરતા પોલીસને કલ્પેશ ધડૂક રાજસ્થાની યુવકના બંને યુવકો વિશેની માહિતી મળી હતી. જ્યારે એલસીબીનાં રેડ દરમિયાન પોલીસને વિદેશી દારૂની 7500 બોટલ તેમજ કાર અને 1 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 16,51,800/-નો મુદ્દામાલ સાથે પોલીસે ઘનશ્યામ મેવાડાની ધરપકડ કરી હતી, જ્યારે તુલસીરામ મેવાડાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500