ઉધના સીલીકોન શોપર્સમાં આવેલી મહેન્દ્રભાઈ સોમાભાઈ કંપની નામની આંગડીયા પેઢીના કર્મચારીને પેઢીમાંથી રોકડ રકમ લઈને નિકળતી વખતે લૂંટી લેવાના ઈદારે પિસ્તોલ, ચપ્પુ સહિતના ધાતક હથિયારો સાથે રાંદેરના ઝઘડીયા ચોકડી પાસેથી ભેગી થયેલી ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે લૂંટ કરે તે પહેલા જ દબોચી લઈ તેમનો લૂંટનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ટોળકી પાસેથી એક લોડેડ પિસ્તોલ, બે લોડેડ તમંચા, છ કારતુસ, ચપ્પુ, મરચાની ભુકી, દોરી અને બે બાઈક મળી કુલ રૂપિયા ૨.૦૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે વખતે બાતમીના આધારે લૂંટ કરવાના ઈરાદે ધાતક હથિયારો સાથે ભેગા થયેલા અજીત ન્હારસીંહ ચોહાણ (ઉ.વ.૨૬.રહે, પ્રશાંત સોસાયટી ઝઘડીયા ચોકડી રાંદેર, મૂળ યુપી કાસગંજ જીલ્લો), રોનીત ઉર્ફે મોહીત ઉર્ફે વિશાલ તુલશી ચૌહાણ(ઉ.વ.૩૧,રહે, પ્રશાંત સોસાયટી ઝઘડીયા ચોકડી, મૂળ દિલ્હી), ટાયગર રામવિનોદ પરમાર(ઉ.વ.૨૩,રહે, રસરાજ સોસાયટી ભાઠા, મૂળ મધ્યપ્રદેશના ગ્વાલીયર), ઉદયવિરસિંહ ઉર્ફે પપ્પુ રાજબહાદુરસિંહ તોમર (ઉ.વ.૪૬,રહે, સત્યનારાયણ સોસાયટી રચના સોસાયટી પાસે કાપોદ્રા, મૂળ મધ્યપ્રદેશના મુરૈના) અને રવિ પ્રતાપસિંહ તોમર(ઉ.વ.૨૭,રહે, રામ રાજય સોસાયટી કાપોદ્રા, મૂળ, મધ્યપ્રદેશના મુરૈના)ને ઝડપી પાડ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચે ટોળકી પાસેથી એક લોડેડ પિસ્તોલ, બે લોડેડ તમંચા, છ કારતુસ, ચપ્પુ,, હથો઼ડી, બે મરચાની ભુકીના પડીકા નાયલોનની દોરી, સાત મોબાઈલ અને બે બાઈક મળી કુલ રૂપિયા ૨,૦૨,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ટોળકીએ ઉધના સીલીકોન શોપર્સમાં આવેલ મહેન્દ્રભાઈ સોમાભાઈ નામની આંગડીયા પેઢીના કર્મચારીને પેઢીમાંથી રોકડ રકમ લઈને નિકળતી વખતે લૂંટી લેવાના ઈરાદે ભેગા થયા હોવાની કબુલાત કરી હતી. પરંતુ ટોળકી કર્મચારીને લૂંટે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમને ઝડપી પાડી લૂંટનો પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો. આગળની તપાસ પીએસઆઈ આર.પી.સોનાર કરી રહ્ના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500