Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : મોટર સાઈકલ અથડાતા પિતા-પુત્રનું ઘટના સ્થળે મોત

  • January 12, 2021 

પલસાણા તાલુકાના કરાળા ગામે રહેતા પિતા અને પુત્ર પોતાની મોટરસાઈકલ કરાળાથી લઈ તાતીથૈયા ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પુરઝડપે આવતી મોટરસાઈકલ એ ટક્કર મારતા પિતા-પુત્રને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

 

 

 

પોલીસ સુત્રોથી મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના કરાળા ગામે હળપતિનિવાસમાં રહેતા કિશનભાઈ રાઠોડ તેમજ તેનો પુત્ર રોબી રાઠોડ રાત્રે પોતાની મોટરસાઈકલ(નં.જીજે/19/એન/3174)પર ચલથાણથી તાતીથૈયા જઈ રહ્યા હતા અને તે જ દરમિયાન રેલ્વે ગરનાળાની સામેની બાજુથી પુરઝડપે આવતી મોટરસાઈકલ(નં.જીજે/19/એએસ/8605)સાથે ધડાકા ભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં મોટરસાઈકલ પર સવાર પિતા-પુત્રને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્ય હતું. જ્યારે સામેના મોટરસાઈકલ ચાલકને સામાન્ય ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application