પલસાણાનાં વરેલી ખાતે ઐશ્વર્યા મિલની સામે કેરેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનનો મેનેજર તાળું મારી જમવા ગયો અને પરત આવીને જોયું તો તાળું તૂટેલું હતું જેથી ગોડાઉનમાં ચેક કરતા વિવિધ કંપનીના 8 પાર્સલ ચોરાયા હતા. બનાવ અંગે મેનેજરે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ કડોદરા પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વરેલી ખાતે ઐશ્વર્યા મિલની સામે કેરેલા ટ્રાન્સપોર્ટનું ગોડાઉન આવેલું છે આ ગોડાઉનમાં મેનેજર તરીકે સાહદાદ અલીકુટ્ટી (ઉ.વ.30, રહે.G/401 અક્ષર કુંજ એપાર્ટમેન્ટ, ઉધના) ફરજ બજાવે છે.
જોકે ગત તા.24 એપ્રિલનાં રોજ બપોરનાં 12 વાગ્યાનાં સમયે સાહદાદ ટ્રાન્સપોર્ટ ગોડાઉનને તાળું મારી કડોદરા ખાતે નીલમ હોટલ પર જમવા માટે ગયા હતા. તેમજ જમીને 4 બગ્યે પરત ફરતા ટ્રાન્સપોર્ટ ગોડાઉનનું તાળું તૂટેલી હાલતમાં જોયું જેથી ગોડાઉનની અંદર ચેક કરતા મુકેલા પાર્સલ પૈકી કુલ 8 પાર્સલની ઘટ હતી. જે અંગે જુદીજુદી કંપનીએ મોકલાવેલા માલની બીલટી આધારે તપાસ કરતા કુલ રૂપિયા 5,59,788/- લાખ પાર્સલ ચોરાયાનું બહાર આવ્યું હતું. ચોરીને ઘટના અંગે બ્રાન્ચ મેનેજરે હેડ ઓફિસમાં જાણ કરી બ્રાન્ચ મેનેજરે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500