સુરત શહેરના લાલગેટ હાફિઝ પેલેસ પાસેથી અને કતારગામ વડલાવાળા સર્કલ પાસેથી પોલીસે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા પાંચ ઈસમોઓને ઝડપી પાડી તેમની પાસેથી દારૂ અને વાહનો મળી કુલ રૂપિયા 6.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, લાલગેટ હાફીઝ પેલેસ સામે આદમની વાડી ગાર્ડન મીલની બાજુમાં ગ્રાઉન્ડમાં એક દારૂ ભરેલો પીકઅપ ટેમ્પો માલ ડિલિવર કરવા આવવાનો છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીમાં વર્ણનવાળો ઍમઍચ/48/ટી/3293 નંબરનો મહિન્દ્રા કંપની બોલેરો પીકઅપ વાન ત્યાં આવ્યો હતો અને તેની સાથે પાયલોટિંગ કરતી બાઇક પણ ત્યાં આવી હતી. પોલીસે મોકો જોઇ દરોડા પાડી દારૂનો માલ લાવનાર સલીમ મોહમદ સફી મોહમદ મન્સુરી (રહે.દેવલ ફળી ઇસ્લામપુરા નવાપુર,જીલ્લો-નંદુરબાર, મહારાષ્ટ્ર) તથા બાઇક પર પાયલોટીંગ કરનારા સોહેલ અનવર શેખ (રહે.8/965 પહેલા માળે અમીના મંજીલ અશરફી ગલી, ગોપીપુરા મોમનાવાડ અઠવા) અને અતુલ ઉર્ફે બટકો માઘુભાઇ માતુલકર (રહે.12/2366 અસારાવાળા હોસ્પીટલની સામે સૈયદપુરા મેઇન રોડ)ને પણ દબોચી લીધા હતા. પોલીસે પીકઅપ ટેમ્પોમાંથી 2.45 લાખનો દારૂ તથા બે લાખનો પીકઅપ ટેમ્પો, બાઇક, ત્રણ મોબાઇલ મળી 5.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે દારૂ મંગાવનાર વસીમ ઉર્ફે ટક્કી (રહે. હોડી બંગલા સુરત) અને માલ મોકલનાર જયેશ (રહે- નવાપુર, જીલ્લો-નંદુરબાર, મહારાષ્ટ્ર) ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
બીજા બનાવમાં કતારગામ પોલીસને બાતમી મળી હતી કે જીજે/05/ઇવાય/8346 નંબરની એક્ટિવા બાઇક પર બે ઇસમો દારૂની હેરાફેરી કરે છે. જે બાઇક કતારગામ વડલાવાળા સર્કલ પાસેથી પસાર થવાની છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દિલીપ જગદીશચંદ્ર ગેહલોત (રહે.જી/307 આકાર રેસીડન્સી શાંતિનગર પાસે લિમ્બાયત) અને પ્રિતમ મદનલાલ મેવાડા (રહે.દુ.નં 307/ ડી બ્લોક બોમ્બે માર્કેટ વરાછા)ને પકડી લીધા હતા. પોલીસે તેમની બાઇકની તલાશી લેતા તેમની પાસેથી 1.11 લાખ કિંમતની દારૂની 42 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ, બાઇક અને બે મોબાઇલ મળી 1,76,720/-નો મુદ્દામાલ જ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500