Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે 4 ઈસમો ઝડપાયા

  • January 16, 2021 

સચીન પોલીસના જણાવ્યા મુજબ સર્વલન્સ સ્ટાફના માણસો ઉત્તરાયણના રોજ સાંજે પેટ્રોલિંગમાં હતા. તે વખતે કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ પ્રહલાદસિંહએ મળેલી બાતમીના આધારે સચીન ચાર રસ્તા પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલ સ્વિફ્ટ કાર સાથે મહેન્દ્ર અશોક રાણા(રહે.ઉષાનગર સોસાયટી ભાઠેના),  તેજસકુમાર અશોક રાણા (રહે.વુદાવન પાર્ક ઍપાર્ટમેન્ટ ઉષાનગર ભાઠેલા),  નિતીનકુમાર બળવંત રાણા(રહે. શિવ ટાઉનશીપ સોસાયટી ભાઠેના) અને મનોજ મનહરલાલ રામા(રહે.ભષાનગર ભાઠેના)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ- 21 જેની કિંમત રૂપિયા 29,732/- તથા મોબાઈલ નંગ-4 અને કાર મળી એમ કૂલ રૂપિયા 1,92,732/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application