Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણામાં આવેલ એક ઓફિસમાંથી જ્વલનશીલ પ્રવાહીનાં જથ્થા સાથે 2 ઝડપાયા

  • January 04, 2022 

સુરતનાં પલસાણા ખાતે એ-વન કોમ્પ્લેક્ષમાં આવેલ યશવી ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાનમાં તેમજ એક ઇકો કારમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડી દુકાનમાં હાજર બે વ્યક્તિઓ આ જ્વલનશીલ પ્રવાહીનું સસ્તા ભાવે વેચાણ કરી રહયા હતા. આમ, પોલીસે 450 લિટર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો, કાર, તેમજ મોબાઈલ ફોન અને રોક્ડ રકમ મળી કુલ રૂપિયા 3,02,980/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પલસાણા તેમજ કડોદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળતા તેમણે પલસાણા ઓવરબ્રિજ નજીક નેશનલ હાઈવે-48ની બાજુમાં એ-વન કોમ્પ્લેક્ષમાં આવેલ યશવી ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાનમાં રેડ કરી હતી.ત્યારે દુકાનમાં હાજર બે વ્યક્તિઓ પ્લાસ્ટિકના એક કેરબામાંથી બીજા કેરબામાં જ્વલનશીલ પ્રવાહી ભરી રહયા હતા. પોલીસે આ બંને વ્યક્તિની અટક કરી પૂછતાછ દરમિયાન તેમને પોતાનું નામ રાજુભાઇ મનસુખભાઈ પઢિયાર (રહે.નંદાવન સોસાયટી વિભાગ-1, પૂણાગામ) તથા રાકેશ હીરાભાઈ ગોળકીયા (રહે.મોહનદીપ સોસાયટી,આંબાવાડી તલાવડી,કતારગામ) નાનો હોવાનું જણાવ્યુ હતું. આ બંને વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો સંગ્રહ કરી હાઇવે ઉપરથી પસાર થતાં વાહનોમાં સસ્તામાં વેચાણ કરતાં હતા તેમજ દુકાનની બહાર પાર્ક કરેલ એક ઇકો કાર નંબર જીએ/11/એ/2928 માંથી પણ પ્લાસ્ટિકના કેરબામાં ભરેલ જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું. આમ, પોલીસે આ બંને વ્યક્તિઓ પાસે જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો સંગ્રહ કરવા માટે લાઇસન્સ પરવાના તેમજ ફાયર એનઓસી માંગી હતી જોકે તે મળી આવી ન હતી. પોલીસે 450 લિટર જ્વલનશીલ પ્રવાહી તેમજ, કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 3,02,980/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application