સુરત જિલ્લાનાં ઓલપાડના મંદરોઈ ગામ પાસે ચોરીની બાઈક વેચવા નીકળેલા 2 ઈસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત જિલ્લા એલ.સી.બી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, ભટગામે ચોરાયેલી બાઈક સાથે 2 ઈસમો સાથે મંદરોઈ ગામની આજુબાજુ વેચવા માટે ફરી રહ્યા છે જે આધારે પોલીસે મંદરોઈ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે સમય દરમિયાન ચોરીની બાઈક સાથે આવતા અજય પરેશ રાઠોડ અને જશવંત અરવિંદભાઈ રાઠોડ (બંને રહે.ઓલપાડ)ના ઓને રોકી પૂછપરછ કરી મોબઈલ કોપ એપ્લીકેશન દ્વારા તપાસ કરતા આ બાઈક ઓલપાડના ભટગામથી ચોરી થયેલ હોવાનું જાણવા મળ્યું જેથી પોલીસે બાઈક કબ્જે કરી બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application