Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : લિંબાયત અને સલાબતપુરા માંથી જુગાર રમતા 19 ઝડપાયા ગયા હતા

  • January 12, 2021 

લિંબાયતના સુભાષનગરમાંથી અને સલાબતપુરાના માનદરવાજા હળપતી કોલોનીમાં પોલીસે રેડ પાડી જુગાર રમતા ૧૯ જણાને દબોચી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા ૧.૨૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોએ સાંજે સુભાષનગર ગલી નં-૪માં રેડ પાડી હતી. જેમાં નંદલાલ સોનવણે,  સુરેન્દ્ર નહાર,  સંતોષ મુંજમુલે,  અનીલ કોળી,  સંદિપ પાટીલ, મહેન્દ્ર ભીલા, સંદિપ બારી, રાકેશ સિંપી, સમાધાન ગિરાસે, અંબાદાસ સોનાર,  મથુરદાસ ભુરે,  કુષ્ણા પાટીલ,  પ્રમોદ સિંદેને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી કુલ રૂપિયા ૧૫,૨૧૦નો મુદામાલ કબજે કર્યો હતો.

 

 

 

જયારે સલાબતપુરા પોલીસે માન દરવાજા હળપતી કોલોનીમાં રેડ પાડી જુગાર રમતા સંજય રાણા,  વિજય રાણા,  મુકેશ રાણા,  કલ્પેશ રાણા,  કિરણ રાણા,  તિહેશ તોલાતવાલાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા મોબાઈલ નંગ-૬ મળી કુલ રૂપિયા ૧,૦૯,૦૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application