Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લિંબાયતમાં આવેલ દુકાનમાંથી 8.87 લાખના દારૂ સાથે 1 ઈસમ ઝડપાયો, 5 વોન્ડેટ

  • July 13, 2021 

સુરતના લીંબાયત પોલીસે બાતમીના આધારે સાંઇપૂજન એપાર્ટમાં આવેલ દુકાનમાં છાપો માર્યો હતો. પોલીસે દુકાનમાંથી દારૂનું મોટું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પોલીસે છાપો મારી દુકાનમાં તલાશી લેતા અલગ અલગ બ્રાન્ડની 5 હજારથી વધુ દારૂની બોટલો અને 5 હજારથી વધુ દારૂના પાઉચો મળી કુલ 8.87 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત પોલીસે એક બાઇક તથા એક મોબાઇલ મળી કુલ 9.25 લાખનો મુદ્દામાલ પોલીસે જ કર્યો હતો. બનાવને પગલે પોલીસે 1 આરોપીને પકડી પાડી અન્ય કુછ 5ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. 

 

 

 

 

મળતી માહિતી મુજબ, લીંબાયત પોલીસના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે, લીંબાયત સાંઇપુંજન ઍપાર્ટમેંટમાં દુકાન નં.સી/14ની અંદર દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જે બાતમીના આધારે લીંબાયત પોલીસ છાપો માર્યો હતો. પોલીસે દુકાનની અંદર તલાશી લેતા અલગ-અલગ કંપની તેમજ બ્રાન્ડની નાની તેમજ મોટી કાચની બાટલીઓ મળી કુલ 5120 નંગ જેની કિંમત રૂપિયા 4,24,060/- તથા 180 મી.લી.નાં કુલ્લે 5520 નંગ પાઉચ જેની કિંમત રૂપિયા 4,63,680/- લાખ હતી.

 

 

 

 

પોલીસે દુકાનમાંથી કુલ 8,87,740/-નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે દુકાનની બહાર પાક કરેલ જીજે/05/એસક્યુ/7579 નંબરની 30 હજારની ઍક્ટિવા પણ પોલીસે ઝડપી પાડી હતી.

 

 

 

 

પોલીસે દારૂ તથા બાઇક અને 8 હજાર કિંમતનો મોબાઇલ મળી કુલ 9,25,740/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત પોલીસે બસ્તીમલ માલાજી ઉર્ફે માલારામ કલાલ (રહે.પ્લોટ નં-151 વૈકુઠધામ સોસાયટી ગોડાદરા નહેર પાસે ગોડાદરા)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ મંગાવનાર તથા દારૂ મોકલનાર પિન્ટુ કલાલ (રહે.સંતોષીનગર ઉત્રાણ અમરોલી), ચીત્રમલ કલાલ (રહે.ગોડાદરા), તેજમલ ઉર્ફે તેજુ ખટીક (રહે.પાંડેસરા), દિનેશસીંગ રાજપુત અને જશવંતસીંગ રાજપુતને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application