Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે ગુનો દાખલ

  • October 08, 2021 

સુરતમાં રામપુરા નાગોરીવાડ રોશની એપાર્ટમેન્ટમાં રહેતા અને વેપાર ધંધા સાથે સંકળાયેલા સૈફુલ ઉર્ફે બંગાલી શરીફુલ શેખ ગઈકાલે રાત્રે સાડા બારેક વાગ્યે તેના મિત્ર અઝીઝ ઉર્ફે અજ્જુ લતીફ શેખ સાથે મોપેટ ગાડી ઉપર બેસી ચોકબજાર ખાતે ચા પીવા માટે જતા હતા. તે વખતે વરીયાળી બજાર મરજાનશામી મસ્જીદ સામેથી પસાર  થતી વખતે કાળા કલરની વરના ગાડી લઈને દર્શન્ન ઉર્ફે ગુડ્ડુ જરીવાલા (રહે.મહાવીર દર્શન ઍપાર્ટમેન્ટ નાણાવટ) બાજુમાંથી પુરઝડપે પસાર થતા સૈફુલે તેની મોપેટ સાઈટમાં ઉભી રાખી દીધી હતી. ત્યારબાદ સૈફુલને આ ગાડી નાણાવટ મહાવીર દર્શન એપાર્ટમેન્ટ પાસે દર્શન ગાડી લઈને ઉભો હતો જેથી સૈફુલ અને તેનો મિત્ર અઝીઝએ  મોપેટ ઉભી રાખી તેની પાસે જઈ તારી ગાડી ધીમેથી ચલાવજે તેમ કહેતા દર્શન ઉર્ફે ગુડ્ડ ઉશ્કેરાયો હતો અને ગાડીમાંથી નીચે ઉતરી સૈફુલને ધક્કો મારી બંદુક તાકી અહીથી ચાલ્યા જાવ નહી તો અહી જ તમને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે સૈફુલની ફરિયાદ લઈ દર્શન જરીવાલા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application