Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિવાળી પર્વમાં પ્રજાજનોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા સુરત ૧૦૮ ઇમરજન્સી સેવા વિશેષ તૈયારી સાથે ખડેપગે

  • November 09, 2023 

દિવાળીના પર્વની ઉજવણી દરમિયાન બાળકો, વૃદ્ધો,પુરૂષો કે સ્ત્રીઓ ફટાકડાઓથી દાઝી જવાના બનાવો બનતા હોય છે ત્યારે તેમને ઝડપથી સેવા આપવા માટે સુરત ૧૦૮ ઇમરજન્સી સેવા સતત ચાલુ રહેશે. એમ્બુલન્સના કર્મચારીઓ પોતાની રજા કેન્સલ કરી ઘરથી દુર રહી 24*7 સેવાના સંકલ્પ સાથે ખડેપગે હાજર રહી લોકોની સેવા કરશે. ગુજરાત EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સીઇઓ (EMRI green health servicesના CEO) શ્રી જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે,દિવાળીએ એવો સમય છે, જ્યારે પરિવારો અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરવા માટે ભેગા થતાં હોય છે. તહેવારોમાં પ્રજાજનોની સલામતી અને સુખાકારી જળવાઈ રહે તે માટે સાવધાની રાખવી આવશ્યક છે, જ્યારે ફટાકડા ફોડતી વખતે સાવધાની સાથે તકેદારી રાખવાનો અનુરોધ કર્યો હતો. સુરત જિલ્લામાં પ્રજાજનોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ૧૦૮ ઈમરજન્સી સેવાઓ દિવાળી દરમિયાન વધારાની કટોકટીને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.



ઇમરજન્સી કોલનો ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત થઇ શકે તે માટે હોટસ્પોટ સ્થાનો પર એમ્બ્યુલન્સ ગતિશીલ રીતે તૈનાત કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સમર્પિત કર્મચારીઓ દ્વારા ઇમરજન્સી ફોન-કોલ્સને ઝડપી પ્રતિસાદ મળે તે માટે એમ્બ્યુલન્સને ઝડપી રવાના કરી શકાશે. જેનાથી સમસ્યાનું નિરાકરણ માત્ર ફોનથી દુર થશે. સમર્પિત ફિલ્ડ સુપરવાઇઝરી ટીમ સમગ્ર દિવાળીના દિવસોમાં હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે. જેથી જરૂરિયાતમંદને સરળતાથી હોસ્પિટલમાં પહોંચાડી સારવાર આપી શકાશે. સુરત જિલ્લાના પ્રોગ્રામ મેનેજરશ્રી અભિષેક ઠાકરે જણાવ્યું હતું કે,અગાઉના વર્ષોમાં કટોકટીના વધતા જતા આંકડાને આધારે આ વર્ષેના ડેટા આધારે પર્વ દરમિયાન દિવાળીના દિવસે ૯.૦૬%, નવા વર્ષમાં ૨૩.૩૦% તથા ભાઈબીજ પર ૨૨.૨૪%નો વધારો થવાની શક્યતા સામે સુરત શહેરમાં ૪૭ તથા સુરત ગ્રામ્ય વિસ્તારમાં ૧૫ એમ કુલ ૬૨ એમ્બ્યુલન્સ સાથે તમામ વોરિયર્સ પોતાની રજા કેન્સલ કરી ઘરથી દુર રહી 24*7 સેવાના સંકલ્પ સાથે ખડેપગે હાજર રહેશે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application