Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીનાં સુનિલભાઈ સુરેશભાઇ બિંદ ગુમ થયા

  • June 15, 2022 

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વાપીના છીરી ગુલાબનગર ગૌશાળા પાસે ઉમાયાદવની ચાલના રૂમ નં.૦૨ ખાતે રહેતા મૂળ રહેવાસી ઉત્તરપ્રદેશના વારાણસી જિલ્લાના થાના ભેલુપુર હરવવા તાલુકાના સુનિલભાઈ સુરેશભાઇ બિંદ તા.૦૫/૬/૨૦૨૨ના રોજ સવારે ૭.૩૦ વાગ્યે પોતાના ઘરેથી દહીં લેવા જાઉં છું એમ કહી કોઈ અગમ્ય કારણસર જતા રહ્યા હતા.



જે આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી. ગુમ થનારની ઉંમર ૩૫ વર્ષ, ઊંચાઇ ૫ ફૂટ, રંગે શ્યામ અને મધ્યમ બાંધો છે. તેમણે લાલ કલરનું શર્ટ, કાળા કલરનું પેન્ટ અને પગમાં સફેદ કલરના સાદા ચંપલ પહેરેલા છે. જે ગુજરાતી અને હિંદી ભાષા જાણે તથા બોલે છે. આ વર્ણનવાળા વ્યક્તિની જો કોઇને ભાળ મળે તો ડુંગરા પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application