Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા:પિતાએ દુકાન નું શટર ઉંચું કર્યું અને જોયું તો દીકરાની બોડી પંખા સાથે લટકતી હતી

  • November 05, 2020 

વ્યારાના યુવકને ઓનલાઇન ટ્રેડિંગના વેપારમાં સફળતા ન મળતા ચિંતા માં આવી ગયેલા યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

 

 

ત્રણ માસ વીતી જવા છતાં ઓનલાઇન ટ્રેડિંગ પ્રોડક્ટ નો વેપારમાં સફળતા ન મળવાના કારણે જૈવિક ટેન્શનમાં આવી ગયો હતો. 

 

 

વ્યારા ખાતે જીઈબી ઓફીસ માં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા અને ચંદનવાડી સોસાયટી પાનવાડી વિસ્તારમાં રહેતા રાકેશભાઈ ડાહ્યાભાઈ ચૌધરી પરિવાર સાથે રહે છે. મોટો દીકરો જૈવિક  થોડા સમય પહેલા રાજકોટ ખાતે સિવિલ એન્જિનિયર નો અભ્યાસ કરતો હતો. પરંતુ તેણે અભ્યાસ છોડી દીધો હતો અને વ્યારા ખાતે ઘરે રહેતો હતો. ત્રણ માસ પહેલા જૈવિક એ તેના પિતા રાકેશભાઈ ને ધંધો કરવાની વાત કરી હતી. જેને લઇને પિતા દ્વારા વ્યારા નગરના પાનવાડી વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પાર્ક એપાર્ટમેન્ટ માં એક દુકાન ભાડે લીધી હતી જેમાં જૈવિકે ઓનલાઇન ટ્રેડિંગ પ્રોડક્ટ્સ નો ધંધો ચાલુ કર્યો હતો. ત્રણ માસ વીતી જવા છતાં ઓનલાઇન ટ્રેડિંગ પ્રોડક્ટ નો વેપારમાં સફળતા ન મળવાના કારણે ટેન્શનમાં આવી ગયો હતો. અને યુવકે  દુકાનમાં પંખા સાથે કેસરી કલરની નાયલોન ના દોરી બાંધી બીજો છેડો ગળામાં બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે યુવકના પિતાએ વ્યારા પોલીસ માં ફરિયાદ કરી હતી.

 

 

પિતા રાકેશભાઈએ તેમના પુત્ર જૈવિક ને  બે-ત્રણ વાર બૂમ પાડવા છતાં કોઈ જવાબ ન મળતા તેઓએ દુકાનનું શટર ઉંચો કરી ને જોતા પુત્ર ગળે ફાંસો ખાધેલી હાલતમાં નજરે પડ્યો હતો.

 

 

વ્યારા ખાતે જીઈબી ઓફીસ માં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ ડાહ્યાભાઈ ચૌધરી ઓફીસ સમય બાદ સાંજે ઘરે જવા માટે નીકળ્યા હતા અને પુત્ર જૈવિક ની દુકાન પાનવાડી ખાતે આવેલ ક્રિષ્નાપાર્કમાં એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર રસ્તામાં આવતી હોય તેઓ ત્યાં જોવા માટે ગયા હતા જ્યાં દુકાનનું  શટર  નીચે પડેલું હતું અને લોક મારેલ ન હતું. જેથી પિતા રાકેશભાઈએ તેમના પુત્ર જૈવિક ને  બે-ત્રણ વાર બૂમ પાડવા છતાં કોઈ જવાબ ન મળતા તેઓએ દુકાનનું શટર ઉંચો કરી ને જોતા પુત્ર ગળે ફાંસો ખાધેલી હાલતમાં નજરે પડતા રાકેશભાઈએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઈમરજન્સી સેવા 108 ની મદદથી જૈવિકને વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે ફરજ પરના તબીબે જૈવિક ને મૃત જાહેર કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application