Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મઢી સુગર ફેક્ટરીમાં શેરડી પિલાણ સીઝન 2024-25ની શરૂઆત કરાઈ

  • November 12, 2024 

બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલ શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની તારીખ 12/11/24 ને મંગળવાર દેવઉઠી અગિયારસ શુભ દિવસે સિઝન  2024- 25 ની શરૂઆત સંસ્થાના પ્રમુખ સમીરભાઈ.સી. ભક્ત સાહેબના તથા તેમના ધર્મ પત્નીના વરદ હસ્તે શાસ્ત્રોકત પૂજા અર્ચના સાથે કરવામાં આવી હતી તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર અવિનાશ  ઢેકાણે સાહેબ તથા સંચાલકોની ઉપસ્થિતિમાં આજરોજ સવારે 9:30 થી પૂજા વિધિ કરી 2024-25 ની પીલાણ સીઝનની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી.


નવા વર્ષની પીલાણ સીઝનમાં મઢી સુગરમાં 18,383 એકર શેરડી રોપાણ અને લામ શેરડી 11244 એકર મળીને કુલ 29,627 એકર સંસ્થામાં નોંધાયેલ છે. આગામી સિઝનમાં 10.00 લાખ મેટ્રીક ટન કરતા વધારે શેરડી પિલવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેવા ઉદેશથી નવી સિઝનની શરૂઆત કરવામાં આવી છે અને ત્યારબાદ સંસ્થામાં પહેલા નંબર પર આવેલ ટ્રક  ડ્રાઈવરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી ઇનામ આપવામાં આવેલ હતા. સંસ્થાના પ્રમુખશ્રીએ નવા પીલાણ સીઝન ની સભાસદ ભાઈઓ તથા સંચાલકશ્રી અને કામદાર કર્મચારીઓ સંસ્થાની પ્રગતિમાં બધા પૂરક હોય છે. જેથી તમામે સાથ સહકાર આપી અને સંયમથી એકબીજાના સહભાગી થઈ આપણે જે લક્ષ્યાંક રાખ્યો છે  તે હાંસલ કરવાનો અનુરોધ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application