રાજધાની દિલ્હીનાં રોહિણી વિસ્તારમાં ગતરોજ બપોરનાં સમયે એક મોટો અકસ્માત થતા બચ્યો છે. જોકે આ બનાવ રોહિણી વિસ્તારનાં સેક્ટર-7માં એક પ્રાઈવેટ સ્કૂલ બાલભરતી પબ્લિક સ્કૂલની બસમાં અચાનક ભીષણ આગ લાગી અને જોત જોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. આ અકસ્માત દરમિયાન બસની અંદર જે બાળકો હાજર હતા તેમને સમય રહેતા બહાર સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જયારે બસમાં કુલ 21 બાળકો સવાર હતા.
રોહિણી સેક્ટર-7ની એક સ્કૂલ બસમાં ભીષણ આગ લાગવાની જાણકારી ફાયર બ્રિગેડ વિભાગને આપવામાં આવ્યા બાદ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ રવાના કરવામાં આવી હતી અને હાલ ફાયર બ્રિગેડની ગાડીઓ આગને કાબુમાં લેવા સતત કામે લાગી છે. પરંતુ આગ એટલી ભયાનક હતી કે, રોડની બંને બાજુ પાર્ક કરાયેલા વાહનો પણ તેની લપેટમાં આવી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે બસમાં આગ લાગવાને કારણે જે નજીકમાં ગાડીઓ ઊભી હતી તે 3 ગાડીઓને પણ આગની લપેટમાં આવી ગઈ હતી અને તે ગાડીઓને પણ નુકશાન થયું છે. જેમાં 1414 નંબરની સ્કૂલ બસમાં આગ લાગવાની સૂચના મળતાં જ કુલ 3 ફાયર ટેન્ડર આગને બુઝાવવા માટે મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માત સેક્ટર-07નાં રોહિણી ડિસ્પેન્સરી પાસે સાંઈ બાબા મંદિર ટી પોઈન્ટ પર થયો હતો. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500