ડાંગનાં આહવા તાલુકામાં દિવસભર બફારો થતા અચાનક બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ અનેક વિસ્તારોમાં મેઘ મહેર થતાં આહલાદક વાતાવરણ ઊભું થયું છે. જયારે બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા. ધોધમાર વરસી રહેલાં વરસાદને લઈને ડાંગરનાં પાકને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાય હતી.
જોકે દિવાળી સમયે અચાનક આવેલા વરસાદને લીધે વેપારી ઓને અને ડાંગી ખેડૂતને ભારે મુશ્કેલીઓ પડી હતી ડાંગ જિલ્લાનાં ખેતરોમાં હાલ કાપણી ચાલુ હોઈ કપાયેલા નાગલી વરાઇ ડાંગરનો પાક વરસતા વરસાદમાં ભીંજાઈ જતા આદિવાસી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application