Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરનાં ભડકોદ્રા ખાતે બ્લોક હેલ્થ મેળાનું સફળ આયોજન

  • March 21, 2023 

દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીએ વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશને ટીબી મુક્ત કરવા માટે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત ઝુંબેશનો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉર્જાવાન આગેવાની હેઠળ જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલિત આરોગ્ય વિભાગના સહયારા પ્રયત્નો થકી તાલુકા હેલ્થ કચેરી અંકલેશ્વર દ્વારા આયોજીત અને ઈન્ડીયન મેડીકલ એસોસીએશન ભરૂચ અંકલેશ્વર અને રોટરી કલબ ભરૂચ અંકલેશ્વરના સહયોગથી બ્લોક હેલ્થ મેળાનું આયોજન અંકલેશ્વરના ભડકોદ્રા પ્રા.શાળા ખાતે રાખવામાં આવ્યું હતું.






બ્લોક હેલ્થ મેળાને મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લુ મુકાયું હતું. આ કાર્યક્રમમાં પ્રાંસગિક પ્રવચન આપતા જિલ્લા આરોગ્ય અધિકારીએ બ્લોક હેલ્થ મેળામાં ઉપલબ્ધ તબિબ સેવાઓ, નિષ્ણાંત તબિબ ટીમની શ્રેણી અને તે સાથે સેવાસેતુ કાર્યક્રમની જેમ ઘરબેઠાં સરકારી સેવાના લાભ મળી શકે તે માટે પી.એમ.જે.વાય કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ વગેરે કઢાવવા માટે ઉપલબ્ધ સ્ટોલનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે, અંકલેશ્વરના ધારાસભ્યએ પ્રાસંગીક પ્રવચન આપતાં કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં દ્રષ્ટિવંત નેતૃત્વ મા અમૃતમ, મા વાસલ્ય સહાય અપાતી હતી.






ત્યારબાદ પુરા ભારત દેશમાં આયુષ્યમાન કાર્ડ યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના અન્વયે ૧૦ લાખ સુધીનો ખર્ચ સરકાર ઉપાડે છે. ગંભીર બિમારીઓ સામે છેવાડાના લોકોએ આર્થિક રીતે સમાધાન કરવું પડતું હતું. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉર્જાવાન આગેવાની હેઠળ રાજ્ય સરકાર જનઆરોગ્યલક્ષી યોજનાઓને ગ્રાઉન્ડ ઉપર લાવી છેવાડાના લોકોના આરોગ્યની દરકાર કરી છે. ત્યારે જ કોરોના જેવી માહામારીથી બચવા ભારતના તમામ લોકોને વિનામૂલ્યે વેક્સીન પુરી પાડી એક નકકર ઉદાહરણ પુરૂ પાડયું છે. વધુમાં કહેતા જણાવ્યુ હતું કે, સમાજના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તંત્ર સાથે પ્રજાજનોની જનભાગીદારી ખુબ મહત્વપૂર્ણ હોય છે.






ટીબીના દર્દીને પોષણયુક્ત આહારની કીટ આપીને પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાની આ ઉત્તમ તક ઝીલી એ બદલ સામાજિક સંસ્થાનો આભાર માન્યો હતો. નિદાન અને સારવારની તમામ સુવિધાઓ આરોગ્ય વિભાગ દ્વારા નિશુલ્ક ઉપલબ્ધ છે. જિલ્લાના પ્રત્યેક ટીબી દર્દીઓના પોષણ અને સારવાર માટે “પ્રજા-તંત્ર” કટિબદ્ધ છે. જે દવાના સેવનથી ચોક્કસ મટી શકે તેમ છે. ટીબીને જિલ્લામાંથી જડમૂળથી નાબૂદ કરવા માટે દરેક વ્યક્તિ યોગદાન આપી શકે છે. આ પ્રસંગે આ કાર્યક્રમમાં ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રીશિયન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.






આ પોષણયુક્ત કીટમાં ૧ કિલો બાજરી, જુવાર તથા ઘઉં, ૨ કિલો ચણા, મગ તથા તુવેરદાળ, ૧ લિટર તેલ અને ૧ કિલો સિંગદાણા ઉપલબ્ધ કરાવ્યા હતા. ટીબીને જિલ્લામાંથી જડમૂળથી નાબૂદ કરવા માટે દરેક વ્યક્તિ યોગદાન આપી શકે છે. ટીબીના દર્દીને તંદુરસ્ત બનાવવાની આ ઝુંબેશમાં જોડાવવા આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના પ્રત્યેક જવાબદાર નાગરિક આગળ ચાલીને પોતાની ફરજ અદા કરશે તેવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News