વાપી જીઆઇડીસીમાં હરિયો હોસ્પિટલ રોડ ઉપર કારના બોનેટ પર બેસી સ્ટંટ કરતા એક યુવકનો વીડિયો વાયરલ થતા પોલીસે સ્ટંટ કરનાર અને કારચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વાપી જીઆઇડીસીના હરિયા હોસ્પિટલ રોડ ઉપર એક યુવક કારના બોનેટ પર બેસી સ્ટંટ કરતા નજરે ચઢ્યો હતો. જે એક કારના કેમેરામાં કેદ થતા આ વીડિયો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયો હતો.
જેને લઇ વાપી વિભાગના ડીવાયએસપી બી. એન. દવેની સુચના અને પીઆઇ વી. જી. ભરવાડના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે શનિવારે સીસીટીવી ફૂટેજ અને ગાડીના નંબર આધારે આરોપી ચાલક હિતાર્થ માલદે નકુમ ઉ.વ. 20 ધંધો અભ્યાસ અને બોનેટ ઉપર બેસી સ્ટંટ કરનાર સ્વપનીલ ખંડેરાવ પાટીલ ઉ.વ. 20 ધંધો અભ્યાસ બંને રહે. વાપી ને પકડી પાડી તેઓ સામે આઇપીસી અને એમ. વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસ આવા સ્ટેટબાજો સામે ચાપતી નજર રાખી રહી છે.ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફેમસ થવા તેમજ પ્રસિદ્ધિ મેળવવા યુવાનો પોતાનો તથા લોકોનો જીવ જોખમમાં મૂકીને સ્ટંટ કરતા હોય છે. પ્રત્યેક વ્યક્તિનું જીવન અમુલ્ય હોય વલસાડ જિલ્લા પોલીસે આવા જોખમી સ્ટંટ નહી કરવા અપીલ કરી છે. આવા સ્ટંટ કરનાર વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરશે તેની નોંધ લેવા જણાવ્યું છે. વધુમાં તેમણે આવા કોઈપણ જાતના સ્ટંટ ન કરવા જાહેર જનતાને અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application