નર્મદા જિલ્લામાં આવેલી જવાહર નવોદય વિધાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત તા. 11મી ઓગસ્ટના રોજ કુલ 2827 વિધાર્થીઓ માંથી 2018 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 809 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન જિલ્લા શિક્ષાણાધિકારી જયેશ પટેલ અને નવોદય વિધાલયના આચાર્ય શેફાલીબેન એ વિઝીટ કરી હતી. નર્મદા જિલ્લામાં 05 તાલુકામાં કુલ 17 કેન્દ્રો ખાતે 2018 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 28 ટકા વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ પરીક્ષા પાસ કરનાર પ્રતિભાશાળી બાળકોને સરકાર દ્વારા વિનામુલ્યે ધોરણ-12 સુધી તમામ સુવિધાઓ જેમ કે રહેવાની, જમવાની, યુનિફોર્મ અને પાઠ્યપુસ્તક વગેરે મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application