નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહી રહ્યો છે. ક્યાંક આઝાદીને લઈને નારાઓ ગુંજી રહ્યા છે, ક્યાંક બાળકો વેશભુષા સાથે શહીદોને જીવંત કરી રહ્યા છે તો સોશિયલ મીડિયાના ડીપીમાં તિરંગો દેખાઈ રહ્યો છે. મહામુલી આઝાદીને યાદ કરતાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવની’’ ઉજવણી પણ કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લામાં તાલુકા પંચાયત કચેરી, આંગણવાડી કેન્દ્રો, શાળાઓ અને વિવિધ કચેરીઓમાં ‘‘હર ઘર તિરંગા’’ની હોંશભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
દેશનો દરેક ભારતની દેશની આઝાદી અને રાષ્ટ્રધ્વજ માટે ગર્વની અનુભવે તે માટે “હર ઘર તિરંગા” અભિયાન ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લાની શાળાઓમાં પ્રભાતફેરી, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વેશભૂષા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી શહેરમાં આજે મદ્રેસા હાઇસ્કુલ,ટાટા ગર્લ્સ, ડી.ડીગર્લ્સ હાઇસ્કુલ સહિતની વિવિધ શાળાના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ હર ધર તિરંગા, આઝાદી અમર રહો...વંદે માતરમ...ભારત માતા કી જયના નારા સાથે તિરંગા રેલી યોજવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500